ગુજરાત

gujarat

દાહોદમાં પાણી પુરવઠા વિભાગે 78 દિવસમાં 325 નવા બોર અને 6730 હેન્ડપંપ રીપેર કર્યાં

By

Published : Jun 20, 2020, 10:42 PM IST

દાહોદ જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિને કારણે પીવાના પાણીની સમસ્યા રહે છે, પરંતુ આ વર્ષે જિલ્લાના પાણી પુરવઠા વિભાગે વિશેષ અભિયાન હાથ ધરીને નાગરિકોની પાણીની સમસ્યાઓનો નિકાલ લાવ્યા છે અને માત્ર 78 દિવસોમાં જ 325 નવા બોર, 6730 જેટલા હેન્ડ પંપ રીપેર કરવામાં આવ્યાં છે. આ માટે વિભાગની 35 ટીમોના 140 કર્મીઓએ ભરઉનાળાની ગરમીમાં તનતોડ પ્રયાસ કર્યો હતો.

Good performance of water supply department in Dahod on water problem issue
દાહોદમાં પાણી પુરવઠા વિભાગે 78 દિવસોમાં 325 નવા બોર, 6730 હેન્ડપંપ રીપેર કર્યાં

દાહોદઃ દાહોદ જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિને કારણે પીવાના પાણીની સમસ્યા રહે છે, પરંતુ આ વર્ષે જિલ્લાના પાણી પુરવઠા વિભાગે વિશેષ અભિયાન હાથ ધરીને નાગરિકોની પાણીની સમસ્યાઓનો નિકાલ લાવ્યા છે અને માત્ર 78 દિવસોમાં જ 325 નવા બોર, 6730 જેટલા હેન્ડ પંપ રીપેર કરવામાં આવ્યાં છે. આ માટે વિભાગની 35 ટીમોના 140 કર્મીઓએ ભરઉનાળાની ગરમીમાં તનતોડ પ્રયાસ કર્યો હતો.

ડુંગરાળ સ્થિતિ અને આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં પાણી પુરવઠા વિભાગે કલેક્ટર વિજય ખરાડીની રાહબરી હેઠળ છેલ્લા અઢી મહિનામાં ઉદાહરણરૂપ કામગીરી કરી છે. કલેક્ટરે દરેકે દરેક નાગરિક સુધી પીવાનું પાણી ઉપલબ્ધ બને તે માટે ખાસ અભિયાન ચલાવવા આહ્વાન કર્યું હતું. જેના પરિણામે 1 એપ્રિલથી 17 જૂન સુધીમાં એટલે કે માત્ર 78 દિવસોમાં જ 325 નવા બોર તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 6730 જેટલા હેન્ડ પંપ રીપેર કરવામાં આવ્યાં છે. આ વર્ષે નવા 509 જેટલા બોર અને કુલ 12017 જેટલા હેન્ડ પંપ રીપેર કરવામાં આવ્યા છે.

દાહોદમાં પાણી પુરવઠા વિભાગે 78 દિવસોમાં 325 નવા બોર, 6730 હેન્ડપંપ રીપેર કર્યાં

અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં કુલ હેન્ડપંપની સંખ્યા 43576 છે. પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર એચ.જી.પરમારે આપેલી માહિતી મુજબ, આ 47 દિવસમાં દાહોદમાં 28 બોર અને 1412 હેન્ડપંપ, ગરબાડામાં 54 નવા બોર અને 654 હેન્ડપંપ, ઝાલોદમાં 64 નવા બોર અને 1106 હેન્ડ પંપ, ફતેપુરામાં 33 નવા બોર અને 614 હેન્ડપંપ, સંજેલીમાં 41 નવા બોર અને 374 હેન્ડપંપ, લીમખેડામાં 15 નવા બોર અને 1034 હેન્ડપંપ, સીંગવડમાં 20 નવા બોર અને 367 હેન્ડપંપ, દેવગઢ બારીયામાં 655 હેન્ડપંપ, ધાનપુરમાં 70 નવા બોર અને 514 હેન્ડપંપ રીપેર કરવામાં આવ્યા હતાં.

રાજ્ય કક્ષાએ પાણી માટે ચાલતા ટોલ ફ્રી હેલ્પલાઇન નં. 1016 પર કરવામાં આવતી રજૂઆતને પાણી પુરવઠા વિભાગ દ્વારા તાબડતોડ નિકાલ કરવામાં આવતો હતો. આ સાથે કચેરીએ નવા બોર માટે કરવામાં આવતી અરજીને પણ ગ્રાહ્ય રાખી તુરત કાર્યવાહી કરવામાં આવતા લક્ષ્યાંક મુજબની કામગીરીમાં સફળતા મળી છે. જિલ્લામાં સામાન્ય માણસની પાણીની જરૂરીયાત સુલભ થાય તે માટે વિભાગની 35 ટીમોના 140 કર્મીઓએ ભરઉનાળાની ગરમીમાં તનતોડ પ્રયાસ કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details