દાહોદ જિલ્લાના ધાનપુરથી નીકળેલી સંકલ્પ યાત્રા સવારે 10 કલાકે સંજેલી બાયપાસ પર આવેલી કન્યા વિદ્યાલય ખાતે આવી પહોંચી હતી. સાંસદ જશવંતસિંહ ભાભોર, પ્રધાન બચુ ખાબડની આગેવાની હેઠળ ગાંધી સંકલ્પ યાત્રા શરૂ કરતાં પહેલાં સ્વચ્છતાના શપથ લેવડાવ્યા હતા.
જે બાદ સંજેલી નગરમાં મુખ્ય રોડ પર પદયાત્રા ફરી બસ સ્ટેશન પર ગુરુ ગોવિંદ ચોકમાં સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પ્રધાન ભચુ ખાબડ, ધારાસભ્ય રમેશ કટારા, શૈલેષ ભાભોર, દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ અમલીયાર, સુધીરભાઇ લાલપુરવાળા ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધી સંકલ્પ યાત્રા અને સંજેલી નગરમાં મહિલાઓના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરાયું સંજેલી નગરમાં કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગ અને શિવ શક્તિ મંડળ દ્વારા ભરતગુંથણ સિલાઈ બ્લોક પ્રિન્ટીંગ સહિત વિવિધ પ્રોજેક્ટ્સનું પ્રધાન બચુ ખાબડ અને જશવંતસિંહ ભાભોરના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
સંજેલી ગામના સરપંચ કિરણભાઇ રાવત તાલુકા સંગઠન પ્રધાન જગુ બાપુ, કાર્યકર હારૂન જર્મન, જગદીશ પરમાર જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો સરપંચ મિત્રો ભાજપ કાર્યકરો ગામના આગેવાનો વડીલો તેમજ વેપારી મિત્રો તેમજ આગેવાન કાર્યકરો મોટી સંખ્યામાં ગાંધી સંકલ્પ યાત્રામાં જોડાયા હતા. આ સંકલ્પ યાત્રા સંજેલી નગરમાં ફરી હતી અને સંજેલી બસ સ્ટેશન ગુરુ ગોવિંદ ચોકમાં આવીને સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.