ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદ જિલ્લામાં ધુમ્મસ સાથે ગાત્રો થીજાવતી ઠંડી - Temperatures in Dahod district plummeted

દાહોદ: ઉત્તર ભારતમાં શીત લહેર સાથે હિમવર્ષા થવાની અસર દાહોદ જિલ્લામાં જોવા મળી છે. વહેલી સવારથી જિલ્લા ભરમાં ધુમ્મસભર્યા વાતાવરણમાં વચ્ચે શીત પવનો ફુંકાવાના કારણે જીલ્લો ઠંડુગાર બન્યો છે.

dahod
દાહોદ

By

Published : Jan 2, 2020, 7:20 PM IST

ગાત્રો થીજાવતી ઠંડીને કારણે જિલ્લાવાસીઓ વહેલી સવારથી તાપણા અને ગરમ વસ્ત્રોનો સહારો લઈ ઠંડક સામે ગરમીની હૂંફ મેળવી રહ્યાં છે. ઉત્તર ગોળાર્ધમાં થઈ રહેલી ભારે હિમવર્ષા સાથે ફૂંકાયેલા બર્ફિલા પવનો રાજસ્થાન મધ્ય પ્રદેશમાં થઇને ગુજરાતમાં પ્રવેશતા દાહોદ જિલ્લામાં ઉષ્ણતામાનનો પારો ગગડવાના કારણે વહેલી પરોઢથી પંથક ઠંડોગાર બન્યો છે.

દાહોદ જિલ્લામાં ધુમ્મસ સાથે ગાત્રો થીજાવતી ઠંડી

બર્ફિલા પવનના સાથે ધુમ્મસભર્યા વાતાવરણના કારણે રાજ્યના રાજમાર્ગો ધુમ્મસ યુક્ત બનતા વાહનચાલકોને વાહન ચલાવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ રેલવે ટ્રેક ઉપર ચાલકને ધુમ્મસના કારણે અગવડતાનો સામનો કરવો પડ્યો હતો. જિલ્લાભરમાં ગાઢ ધુમ્મસ અને ગાત્રો થીજાવતી ઠંડી સાથે ઝાકળ પડવાના અહેસાસના કારણે ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન નજીક લોકો તાપણા સળગાવીને ઠંડી સામે ગરમીરૂપી ચેતના મેળવતા જોવા મળ્યા હતા.

લોકો ઠંડી સામે ગરમ હૂંફ મેળવવા માટે ચાની ચૂસકીઓ સાથે તાપણામાં હાથ શેકતા જોવા મળી રહ્યા હતા. તેમજ સવારના સમયે શાળાએ જતાં બાળકો ગરમ વસ્ત્રો પહેરીને ફક્ત મોં દેખાય એટલી જ હાલતમાં નીકળતા જોવા મળ્યા હતા. સવારના 10 વાગ્યા સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં ઠંડીના કારણે કુદરતી કરફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details