ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદમાં વધુ ચાર દર્દીઓએ કોરોનાને હરાવ્યો, હવે માત્ર બે એક્ટિવ કેસ - corona patients recovered in Dahod

દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોના વાઇરસના વધુ ચાર દર્દીઓ સાજા થઇ જતા રજા આપવામાં આવી છે. કોરોના વાઇરસના દાહોદમાં નોંધાયેલા 34 પૈકી હવે માત્ર બે જ એક્ટિવ કેસ રહ્યા છે.

દાહોદ
દાહોદ

By

Published : Jun 2, 2020, 5:52 PM IST

દાહોદ: દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોના વાઇરસના વધુ ચાર દર્દીઓ સાજા થઇ જતા રજા આપવામાં આવી છે. કોરોના વાઇરસના દાહોદમાં નોંધાયેલા 34 પૈકી હવે માત્ર બે જ એક્ટિવ કેસ રહ્યા છે.

દાહોદમાં અત્યાર સુધી કોરોના વાઇરસના નોંધાયેલા તમામ કેસો એસિમ્ટમેટિક રહ્યા છે. એટલે કે, દર્દીને કોરોના વાઇરસ લાગું પડ્યો હોય પણ તેમનામાં એના કોઇ જ પ્રકારના લક્ષણના હોય તેવા દર્દીઓ છે.

દાહોદમાં વધુ ચાર દર્દીઓએ કોરોનાને હરાવ્યો

દાહોદમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બનાવવામાં આવેલી ડેડીકેટેડ કોવિડ-19 હોસ્પિટલમાં તમામ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. અહીં ડૉ. મોહિત દેસાઇ અને તેમની ટીમ દ્વારા દર્દીઓને સઘન સારવાર આપવામાં આવતા દર્દીઓ તંદુરસ્ત થઇ રહ્યા છે.

આજે શાહરૂખભાઇ યુસુફભાઇ સબ્જીફરોજ , ચુનિયાભાઇ જીથરાભાઇ હઠીલા , મુકેશભાઇ પ્રહલાદભાઇ વણઝારા , મુકેશભાઇ મંગાભાઇ અણસેરિયાને તાળીઓના ગડગડાટ સાથે હોસ્પિટલમાંથી વિદાય આપવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details