દાહોદ: લીમખેડા તાલુકાના ચીલાકોટા ગામના વાડા ફળિયામાં રહેતા કનિયાભાઈ નાનુભાઈ મેડા રાત્રે જમીને પરિવારજનો સાથે ઘરમાં નીંદર માણી રહ્યાં હતાં, ત્યારે મધ્ય રાત્રીના સુમારે 10થી 15 જેટલા લૂંટારૂઓ તીરકામઠી તથા બંદૂક જેવા મારક હથિયારો સાથે આવી પહોંચ્યા હતા.
લીમખેડાના ચીલાકોટામાં બંદૂકની અણીએ ધાડપાડુઓએ લૂંટ ચલાવી, ફાયરિંગમાં ચાર ઇજાગ્રસ્ત - દાહોદ
દાહોદના લીમખેડાના ચીલાકોટા ગામે રાત્રે બંદૂક અને મારક હથિયારો સાથે ત્રાટકેલા ધાડપાડુઓએ સુઇ રહેલા પરિવારને બાનમાં લઇને 15 જેટલા પશુઓની લૂંટ કરી હતી. પરિવારે બુમાબુમ કરતાં દોડી આવેલા ગ્રામજનો ઉપર લૂંટારૂઓએ ફાયરિંગ કરતાં ચાર વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયાં હતાં. આ ઘયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. તેમજ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ લૂંટાળુએ વાડા ફળિયાને બાનમાં રાખી ઘરમાં પ્રવેશ કર્યા બાદ ઘરમાં રહેલા કનિયાભાઈ નાનુભાઈ મેડા તથા હઠેસભાઈ હૂરસિંગભાઈ બીલવાળને બંદૂકની અણીએ પકડી રાખી ઘરમાં બાંધી દીધા હતા, ત્યારબાદ ઘરમાં રહેલા 12 જેટલા બકરા તથા 2 ભેંસ અને એક ગાય મળી કુલ 15 જેટલા પશુઓની લૂંટ ચલાવી હતી.
આ દરમિયાન ચોર ચોરની બૂમો પાડતા ગ્રામજનો દોડી આવતાં લૂંટારૂઓએ બંદૂકથી ફાયરિંગ કર્યું હતું. તેમજ તીર મારો કર્યો હતો. ચોર લુંટારૂઓ બંદૂકથી કરેલા ફાયરિંગમાં હઠેસભાઈને સાથળના ભાગે ગોળી વાગતાંં ગંભીર ઈજા થઈ હતી. જ્યારે કનિયાભાઈને છાતીના ભાગે તીર ખૂંપી ગયું હતું. તેમજ મનિયાભાઈને પણ ગંભીર પ્રકારની ઈજાઓ થઇ હતી. જેમાં ઈજાગ્રસ્ત થયેલા 4 ગ્રામજનોને વધુ સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ દ્વારા દાહોદ રીફર કરવામાં આવ્યા હતાં. આ અંગે લીમખેડા પોલીસે લુટારાઓ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.