દાહોદ: જિલ્લાના ગરબાડા તાલુકાના ગુગરડી ગામના માળ ફળિયામાં રહેતી ચાર બાળકીઓ ઢોર ચરાવવા માટે ગામ નજીકના તળાવે ગઈ હતી. જ્યાં ઢોર ચરાવ્યા બાદ પરત ઘરે નહીં આવતા તેની શોધખોળ શરૂ કરાઇ હતી. જેમાં તળાવ કિનારેથી ચારેય બાળકીઓના કપડાં મળી આવ્યા હતા.
દાહોદમાં ડૂબી જવાથી ચાર બાળકીના મોત - ગરબાડા તાલુકાના ગુગરડી ગામ
દાહોદ જિલ્લાના ગુગરડી ગામમાં પશુ ચરાવવા માટે ગયેલી ચાર બાળકીના ડૂબી જવાથી મોત થતા ગામમાં ગમગીની છવાઇ ગઇ છે.
દાહોદમાં ચાર બાળકીના ડૂબી જવાથી મોત
જ્યારે ગ્રામજનો દ્વારા તળાવમાં તેમની તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે તળાવમાંથી તેમના મૃતદેહ મળી આવતા ગામમાં શોક ફેલાયો છે. જ્યારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Last Updated : Jun 14, 2020, 2:00 PM IST