ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદમાં પોલીસવાન અને આઇસર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 5 પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત

દાહોદમાં પેટ્રોલિંંગ કરી રહેલી પોલીસ વાનની સામેથી આવી રહેલા આઈસર ટેમ્પોએ ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેથી પોલીસવાન ખાડામાં ખાબકતા તેમાં સવાર 5 પોલીસકર્મીઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. જેને લઇને પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.

દાહોદમાં પોલીસવાનને અકસ્માત નડતા પાંચ પોલીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત
દાહોદમાં પોલીસવાનને અકસ્માત નડતા પાંચ પોલીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત

By

Published : May 8, 2020, 10:02 AM IST

દાહોદઃ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ અને સામેથી આવી રહેલા આઈસર ટેમ્પો ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આકસ્માતના પગલે પોલીસવાન ખાડામાં ખાબકતા તેમાં સવાર પાંચ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

દાહોદ જિલ્લામાંથી પસાર થતા ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર રાત્રી દરમિયાન પેટ્રોલિંગ કરી રહેલી પોલીસની ગાડીને ત્યાંથી પસાર થઈ રહેલી આઈસર ટેમ્પોના ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.

દાહોદમાં પોલીસવાનને અકસ્માત નડતા પાંચ પોલીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત

આ અકસ્માતના પગલે પોલીસવાન પોલીસ કર્મચારીઓ સાથે હાઈવેની બાજુમાં આવેલા ખાડામાં ખાબકી ગઇ હતી પોલીસવાન ખાડામાં ખાબકી જવાના કારણે અંદર બેઠેલા પાંચ પોલીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા.

અકસ્માત સર્જાયાની માહિતી પોલીસ સ્ટેશનને મળતા જ તાત્કાલિક પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી પોલીસવાનમાં ઇજાગ્રસ્ત તમામ કર્મચારીઓને બહાર કાઢ્યા હતા અને તેઓને તાત્કાલીક સારવાર માટે દાહોદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને સારવાર આપવામાં આવી હતી. બનાવ સંદર્ભે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details