ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદમાં ગુજરાત ગેસ પાઈપલાઈનમાં લાગી આગ, વીજલાઇન બળીને ખાખ

દાહોદઃ છાપરી ગામે કોલેજ પાસે હાઇવે નજીકથી પસાર થતી ગુજરાત ગેસની લાઈનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેમાં ગેસ પાઇપલાઈનની પરથી પસાર થતી MGVCLની 11 KVની વીજલાઇનના વાયરો આગની લપટોમાં આવતાં બળીને ખાખ થઈ ગયા હતા. જો કે, સવારના સમયમાં લાગેલી આગમાં સદભાગ્યે કોઈ જાનહાની થઈ નહોતી. ઘટનાની જાણ થતાં દાહોદ ફાયર ટીમે તાત્કલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવતાં સ્થાનિકોએ રાહતોનો શ્વાસ લીધો હતો.

દાહોદમાં ગુજરાત ગેસ પાઈપલાઈનમાં આગ
દાહોદમાં ગુજરાત ગેસ પાઈપલાઈનમાં આગ

By

Published : Jan 20, 2020, 5:09 AM IST

દાહોદ તાલુકાના છાપરી મુકામે એન્જીનીયરીંગ કોલેજ પાસે હાઇવે દાહોદ-બાંસવાડા હાઇવેથી અડીને આવેલા ગુજરાત ગેસની પાઇપ લાઈનમાં આગ લાગી હતી. જેમાં MGVCLની 11 KVનો પરથી પસાર થતાં વીજલાઇનના વાયરો બળીને ભસ્મીભૂત થઇ ગયા હતા.

દાહોદમાં ગુજરાત ગેસ પાઈપલાઈનમાં આગ

આ ઘટનાની જાણ દાહોદ ફાટર વિભાગ અને MGVCLને કરતા MGVCLના કર્મચારીઓએ તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરી દીધો હતો. જેના કારણે આગની લપટો ઓછી થઈ હતી. ત્યારબાદ ઘટનાસ્થળે આવી પહોંચેલા ફાયર ફાયટરોએ આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટના દરમિયાન કોઈ જાનહાની ન બને તે માટે દાહોદ પોલીસે બંદોબસ્ત ગોઠવી લોકોને દૂર સલામત સ્થળે ખસેડ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details