ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદના અસાયડી ગામે ટાયરની દુકાનમાં આગ, સદનસીબે કોઈ જાનહાની નહી - દાહોદ ન્યૂઝ

દાહોદ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર અસાયડી ગામે ટાયરની દુકાનમાં આગ લાગી હતી. જોકે ફાયર બ્રિગેડે આ અંગે જાણ થતાં તુરંત ઘટનાસ્થળે પહોંંચી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.

Etv Bharat
fire

By

Published : Apr 26, 2020, 8:31 PM IST


દાહોદઃ દાહોદ જિલ્લામાંથી પસાર થતા ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર આવેલા અસાયડી ગામે ટાયરની દુકાનમાં આગ લાગતા દોડધામ મચી હતી. જોકે ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળો પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.
દાહોદ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે ઇન્દોર -અમદાવાદ પર આવેલા દેવગઢ બારિયા તાલુકાના અસાયડી ગામે આવેલી ટાયરની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેના કારણે દુકાનમાં મુકેલા ટાયરો સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગ લાગતાં લોકોમાંં ભયનો માહોલ છવાયો હતો. જોકો આગ કયાં કારણોસર લાગી તે હજી જાણી શકાયું નથી.

તેમજ દેવગઢબારિયા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર વિભાગની ટીમે આગ પર પાણીનો મારો કરી આગ પર મેળવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં દુકાનમાં રહેલો અંદાજિત ૩૦ હજારની કિંમતનો મુદ્દામાલ બળીને ખાખ થઈ ગયો હતો. મહત્વનું છે કે સદભાગ્યે કોઇ જાનહાની થઈ નથી.

ABOUT THE AUTHOR

...view details