ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડૂતો કૃષિ વૈવિધ્ય સાથે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરેઃ જસવંતસિંહ ભાભોર

દાહોદ સહિત ચાર જિલ્લામાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કૃષિ વૈવિધ્યકરણ યોજનાનું ઇ-લોન્ચીંગ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કર્યું હતું. આ યોજના અંતર્ગત દાહોદ જિલ્લાના 19,500 વનબંધુ ખેડૂત લાભાર્થીઓને રૂપિયા 6.82 કરોડના ખાતર બિયારણની સહાય રાજય સરકાર કરશે. આ ઇ-લોન્ચીંગ કાર્યક્રમમાં સાંસદ જસવંતસિંહ ભાભોરે જિલ્લાના ઉપસ્થિત આદિવાસી ખેડૂતોને સહાય-કીટનું વિતરણ કર્યું હતું.

Jaswant Singh Bhabhor
ખેડૂતો કૃષિ વૈવિધ્ય સાથે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરેઃ જસવંતસિંહ ભાભોર

By

Published : Jul 1, 2020, 3:40 AM IST

દાહોદઃ જિલ્લામાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કૃષિ વૈવિધ્યકરણ યોજનાનું ઇ-લોન્ચીંગ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કર્યું હતું. આ યોજના અંતર્ગત દાહોદ જિલ્લાના 19,500 વનબંધુ ખેડૂત લાભાર્થીઓને રૂપિયા6.82 કરોડના ખાતર બિયારણની સહાય રાજય સરકાર કરશે. આ ઇ-લોન્ચીંગ કાર્યક્રમમાં સાંસદ જસવંતસિંહ ભાભોરે જિલ્લાના ઉપસ્થિત આદિવાસી ખેડૂતોને સહાય-કીટનું વિતરણ કર્યું હતું.

ખેડૂતો કૃષિ વૈવિધ્ય સાથે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરેઃ જસવંતસિંહ ભાભોર

આ પ્રસંગે સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે, રાજય સરકાર આદિવાસી ખેડૂતોના વિકાસ માટે કટિબદ્ધ છે. જિલ્લાના દરેકે દરેક ખેડૂતની આવક બમણી થાય એ માટે સહિયારા પ્રયાસથી આગળ વધવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોની આવક બમણી થાય એ માટે જે સ્વપ્ન સેવેલ છે, તેને આપણે ચરીતાર્થ કરવાનું છે. આ માટે ખેડૂતો કૃષિ વૈવિધ્ય સાથે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરે તે ખૂબ જરૂરી છે.

ખેડૂતો કૃષિ વૈવિધ્ય સાથે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરેઃ જસવંતસિંહ ભાભોર

તેમણે વધુમાં જણાવ્યું કે, આ યોજનાથી જિલ્લાના 19,500 ખેડૂત લાભાર્થીઓને રૂપિયા 6.82 કરોડના ખાતર બિયારણની સહાયનો લાભ મળશે. જે અંતર્ગત દરેક લાભાર્થી ખેડૂતને 45 કિલો યુરીયા, NPK 50 કિલો, એમોનિયા સલ્ફેટ 50 કિલો, મકાઇ બિયારણ 8 કિલો આપવામાં આવશે, જેની કિંમત રૂપિયા 3598 થાય છે. જેની સામે લાભાર્થીને રૂપિયા 500નો ફાળો આપવાનો રહે છે. આ ઉચ્ચ ગુણવત્તાવાળા ખાતર બિયારણથી ખેડૂત મબલક પાક મેળવશે અને તેમની આવકમાં નોંધપાત્ર વધારો થશે.

સાંસદ ભાભોરે ખેડૂતોને સમયસર બિયારણ મળી જાય એ માટે યોજના સાથે જોડાયેલા અધિકારીઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યાં હતા. સાથે કોરોના સંક્રમણના સમયમાં સામાજિક અંતર અને માસ્ક વગેરે નિયમોનું પણ ચુસ્તપણે પાલન થાય તેનું ધ્યાન રાખવા જણાવ્યું હતું. કાર્યક્રમમાં દાહોદના નગરાળાના મહિલા ખેડૂત દર્શનાબેન પરમારે પોતાના પ્રતિભાવ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સમક્ષ વ્યક્ત કર્યા હતા. તેમણે રાજય સરકાર દ્વારા આદિવાસી ખેડૂતોના વિકાસ માટે કરવામાં આવી રહેલી કામગીરી માટે પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો. સાંસદ જસવંતસિંહ ભાભોરે ઉપસ્થિત ખેડૂતોને કીટ વિતરણ કર્યું હતું.

જિલ્લા સેવા સદન ખાતે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલા કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ અભિષેકભાઇ મેડા, જનપ્રતિનિધિ સુધીરભાઇ લાલપુરવાલા, પ્રાયોજના વહીવટદાર બી.ડી નિનામાસહિતના અધિકારી, GSFC એગ્રોટેકના પ્રતિનિધિ ડો. પૂજન વૈશ્નવ, રેણુ ભટ્ટ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતા.

ABOUT THE AUTHOR

...view details