ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદઃ સીંગવડ તાલુકામાં કોરોના સામે વ્યાપક જનજાગૃતિ ઝુંબેશ, સેનિટાઇઝેશન-ફોગિંગ સહિતની વ્યાપક કામગીરી

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકામાં 71 ગામ અને 45 ગ્રામ પંચાયત ધરાવતા આ તાલુકામાં અત્યાર સુધીમાં કોરોનાના 6 કેસ નોંધાયા છે. જેમાંથી હાલમાં કોરોનાના 3 એક્ટિવ કેસ છે. તાલુકામાં સંક્રમણ ન વધે તે માટે સમગ્ર તાલુકાની ટીમ એક જ લક્ષ્યાંક સાથે ગામે-ગામ કોરોના જાગૃતિની ઝુંબેશ શરૂ કરી છે.

Singwad taluka
સીંગવડ તાલુકામાં કોરોના સામે વ્યાપક જનજાગૃતિ ઝુંબેશ

By

Published : Sep 2, 2020, 3:35 AM IST

દાહોદઃ જિલ્લામાં કોરોના મહામારીને નાથવા માટે તાલુકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. સીંગવડ તાલુકામાં 71 ગામ અને 45 ગ્રામ પંચાયત ધરાવતા આ તાલુકામાં અત્યાર સુધીમાં કોરોનાના 6 કેસ નોંધાયા છે. જેમાંથી હાલમાં કોરોનાના 3 એક્ટિવ કેસ છે. તાલુકામાં સંક્રમણ ન વધે તે માટે સમગ્ર તાલુકાની ટીમ એક જ લક્ષ્યાંક સાથે ગામે-ગામ કોરોના જાગૃતિની ઝુંબેશ શરૂ કરી છે.

સીંગવડ તાલુકામાં કોરોના સામે વ્યાપક જનજાગૃતિ ઝુંબેશ

તાલુકા વિકાસ અધિકારી આર.કે. મકવાણાએ જણાવ્યું કે, સીંગવડ તાલુકામાં અત્યાર સુધીમાં સમગ્ર વિસ્તારને ત્રણ વખત સંપૂર્ણ સેનેટાઇઝ કરવામાં આવ્યો છે. ઉપરાંત જયાં પણ કોરોનાના કેસ નોંધાયા તે વિસ્તારને ફરીથી સેનેટાઇઝ કરવામાં આવે છે. કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં પણ તે વિસ્તારના લોકો બહાર ન નીકળે તે માટે ગામના સરપંચ દ્વારા કોઇ એક વ્યક્તિની નિમણુંક કરવામાં આવી છે અને તે આ લોકો સુધી દરરોજ જીવનજરૂરીયાતનો સામાન પહોંચાડવાની કામગીરી કરે છે. આમ, કન્ટેઇનમેન્ટ વિસ્તારના લોકોની અવરજવર ઘટતા આ તાલુકામાં કોરોનાના કેસ નિયંત્રણમાં જોવા મળી રહ્યાં છે.

સીંગવડ તાલુકામાં કોરોના સામે વ્યાપક જનજાગૃતિ ઝુંબેશ

તાલુકામાં અત્યારે 4 ધન્વંતરી રથ દ્વારા સઘન આરોગ્ય ચકાસણી ચાલી રહી છે. દરરોજ 340 થી વધુ લોકોની આરોગ્યની તપાસ કરવામાં આવે છે. સીંગવડ તાલુકામાં મંગળવારના રોજ સુધીમાં 3155 સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી 6 પોઝિટિવ કેસ મળ્યા છે. સીંગવડમાં દરેક ગામના સરપંચ, તલાટી, હેલ્થ ઓફીસર, મામલતદાર કચેરી સ્ટાફ, પોલીસકર્મીઓ વગેરેની સયુંકત બેઠક યોજીને ગામના આગેવાનોને કોરોના જાગૃતિના કાર્યમાં જોડવા માટે જણાવવામાં આવ્યું છે અને ગ્રામકક્ષાએ પણ બેઠક યોજી લોકોને કોરોના સંદર્ભે સાવચેતીના શા પગલાં લેવા તે અવગત કરાવવા ઉપરાંત લોકોને સામે ચાલીને આરોગ્ય તપાસ કરાવવા પ્રોત્સાહિત કરાવાનું ઠરાવાયું છે.

તાલુકામાં 200 જેટલા બેનરો દરેક ગ્રામપંચાયત, જાહેર સ્થળોએ લગાવવામાં આવ્યા છે. સાથે 30 હજાર જેટલી કોરોના અંગે જાગૃતિની પત્રિકાઓનું વિતરણ ગામે-ગામ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત આગામી દિવસોમાં ગામે-ગામ રિક્ષા કે અન્ય વાહન દ્વારા જાણકાર માણસ માઇકથી કોરોના જાગૃતિનો સંદેશો ફેલાવશે તેનું આયોજન કરવામાં આવ્યું છે. ગામે ગામ માસ્કનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને માસ્ક, સામાજિક અંતર સહિતના નિયમોની જાણકારી આપવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details