ગુજરાત

gujarat

ETV Bharat / state

PM મોદીનું ન્યુ ઈન્ડિયાનું સ્વપ્ન માત્ર યુવાનો જ સાકાર કરી શકે: રાજ્યપ્રધાન બચુભાઈ ખાબડ - Latest news of Dahod

દાહોદ: જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા પોલિટેકનીક કોલેજ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના ઔધોગિક રોજગાર ભરતી મેળામાં 1200 યુવાનોને વિવિધ ક્ષેત્રની કંપનીઓમાં રોજગારની તકો સાંપડી છે. આ સાથે યોજાયેલી સ્વરોજગાર માર્ગદર્શન શિબિરમાં ઉપસ્થિત રાજયપ્રધાન બચુભાઇ ખાબડે યુવાનોને વધુ મહેનત કરી પોતાના ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા પ્રોત્સાહન આપ્યુ હતું.

Dahod

By

Published : Sep 22, 2019, 9:30 AM IST

દાહોદ શહેરમાં આવેલ પોલીટેકનીકલ કોલેજમાં જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ઔદ્યોગિક રોજગાર મેળાનું આયોજન થયું હતું. જેમાં રાજયપ્રધાન બચુભાઇ ખાબડે ઉપસ્થિત યુવાનોને સંબોધતા જણાવ્યું હતું કે, જિલ્લા રોજગાર કચેરી, દાહોદ દ્વારા વર્ષ 2018-19માં 22 રોજગાર ભરતી મેળામાં કુલ 2186 ઉમેદવારોએ રોજગારી મેળવી હતી. આ વર્ષે પણ 7 ભરતી મેળામાં 679 ઉમેદવારોએ રોજગારી મેળવી છે. રાજય સરકાર યુવાનોને રોજગારી મળે તે માટે દર વર્ષે લશ્કરી ભરતી મેળાનું આયોજન કરે છે. તેમાં ઉત્કૃષ્ટ દેખાવ માટે 30 દિવસીય નિવાસી તાલીમ પણ નિ:શુલ્ક આપવામાં આવે છે.

PM મોદીનું ન્યુ ઈન્ડિયાનું સ્વપ્ન માત્ર યુવાનો જ સાકાર કરી શકે: રાજ્યપ્રધાન બચુભાઈ ખાબડ

કલેક્ટર વિજય ખરાડીએ યુવાનોને પોતાના ક્ષેત્રમાં મહારત હાંસલ કરવા જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, પ્રશ્ન કાબેલીયતનો છે, જો કાબેલીયત હશે તો નોકરીઓ સામેથી મળશે. હજારો નોકરીઓ કાબેલ માણસોની રાહ જુવે છે. જિલ્લા કક્ષાના ઔધોગિક ભરતી મેળામાં કુલ ૨૩ જેટલી કંપનીઓ સહભાગી બની હતી. જેમાં મહિન્દ્રા, વેલસ્પન જેવી બહુરાષ્ટ્રીય કંપનીઓનો પણ સમાવેશ થાય છે. આ ભરતી મેળા દરમિયાન 1200 રોજગારવાંચ્છુ યુવાનોને પ્રથમ તબક્કાની પસંદગી પ્રક્રીયામાં સમાવવામાં આવ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details