ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદમાં 19 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ - garm panchayat

દાહોદઃ જિલ્લામાં આવેલી ગ્રામ પંચાયતો પૈકી ૧૯ ગ્રામ પંચાયતની ઇલેક્શન વિભાગ દ્વારા ચૂંટણી યોજવામાં આવી હતી. તો વહીવટી તંત્ર દ્વારા ગોઠવાયેલા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી યોજાતા તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો

દાહોદ જિલ્લાની ૧૯ ગ્રામ પંચાયતની શાંતિમય વાતાવરણમાં ચૂંટણી યોજાઈ

By

Published : Jun 17, 2019, 6:37 AM IST

દાહોદ જિલ્લામાં 550 કરતાં વધુ ગ્રામ પંચાયતો આવેલી છે. આ ગ્રામ પંચાયતો પૈકી ૧૯ ગ્રામ પંચાયતોની મુદત પૂર્ણ થતા ઇલેક્શન વિભાગ દ્વારા સરપંચો અને વોર્ડની ચૂંટણી યોજવા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. તે મુજબ વહેલી સવારથી જિલ્લાની 19 ગ્રામ પંચાયતોને ચુસ્ત બંદોબસ્ત અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણીઓએ શરૂ થઈ હતી. તો મતદાન મથકો પર વહેલી સવારથી જ મતદારોની કતારો જોવા મળી હતી. સમગ્ર જિલ્લા ચૂંટણી વિભાગની સીધી નિગરાની હેઠળ યોજાયેલી આ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. જ્યારે જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ નહીં બનતા પોલીસ પ્રશાસન અને વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

દાહોદ જિલ્લાની ૧૯ ગ્રામ પંચાયતની શાંતિમય વાતાવરણમાં ચૂંટણી યોજાઈ

ABOUT THE AUTHOR

...view details