દાહોદમાં ફુડ વિભાગ દ્વારા આકસ્મિક રેડ પાડી ફાફડા જલેબી સહિત ખાદ્ય પદાર્થોના સેમ્પલો લેવામાં આવ્યા હતા. આ ખાણીપીણીની દુકાનો પર કેટલાક ભેળસેળીયા વેપારીઓ દ્વારા રૂપિયા કમાવાની લાલચ સાથે નાગરિકોના સ્વાસ્થ સાથે ચેડા થતા હોય છે. જેથી જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન વિભાગના ફૂડ ઇસ્પેક્ટર દ્વારા દાહોદ શહેર દેવગઢબારીયા સહિત વિવિધ વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું.
દાહોદમાં ડ્રગ્સ એન્ડ ફૂડ વિભાગના દરોડા, ખાદ્ય પદાર્થોના લેવાયા સેમ્પલ - dahod top news
દાહોદઃ શહેરમાં આવેલી ખાણીપીણીની દુકાનો પર ડ્રગ્સ એન્ડ ફૂડ વિભાગના દરોડા પાડવામાં આવ્યા હતા. ફુડ વિભાગ દ્વારા આકસ્મિક રેડ પાડી ફાફડા જલેબી સહિત ખાદ્ય પદાર્થોના સેમ્પલો લેવામાં આવ્યા હતા. તેમજ હોટલ અને રેસ્ટોરન્ટ પર ખાદ્યતેલનીની ચકાસણી પણ કરવામાં આવી હતી. ખોરાક અને ઔષધ નિયમન વિભાગના દરોડાને પગલે ભેળસેળિયા તત્વોમાં ફફડાટ જોવા મળ્યો હતો.
ડ્રગ્સ એન્ડ ફૂડ વિભાગના દરોડા, ખાદ્ય પદાર્થોના લેવાયા સેમ્પલ
ડ્રગ્સ એન્ડ ફૂડ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા હોટલો પરથી ફાફડા અને જલેબીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમજ હોટલ અને રેસ્ટોરન્ટમાં નાસ્તો બનાવવા માટે વપરાતા ખાદ્યતેલની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. ખોરાક અને ઔષધ નિયમન વિભાગને આકસ્મિક ચેકિંગના પગલે ભેળસેળીયા તત્વોમાં ફફડાટ જોવા મળ્યો હતો.