દાહોદ: દેવગઢ બારિયા તાલુકાના ડાંગરિયા ગામના માર્ગેથી વિદેશી દારૂનો જથ્થો ગેરકાયદેસર રીતે પસાર થતો હોવાની બાતમીના આધારે પોલીસ વોચમાં હતી ત્યારે ત્યાંથી પસાર xuv ગાડીને રોકીને PSIએ ચાવી કાઢવાનો પ્રયત્ન કરતા, રિવોલ્વર ગાડીમાં પડી જતા બુટલેગર બંદૂક સાથે પોલીસ કર્મીઓને કચડી નાખવાનો પ્રયાસ કરીને ફરાર થઈ ગયો હતો. પોલીસે ફરાર બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ એમ પી સેલોત દેવગઢ બારિયા લીમખેડા રોડ પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે બાતમી મળી હતી કે વડોદરા પાસિંગની xuv ગાડીમાં અનઅધિકૃત રીતે વિદેશી દારૂનો જથ્થો પસાર થવાનો છે, જેથી દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનના પીએસઆઇ અને સ્ટાફ ડાંગરિયા ગામ નજીક ગાડી આવવાની વોચ સાથે પેટ્રોલીંગ કરી રહ્યા હતા.
પોલીસની લોડેડ રિવોલ્વર લઈ ફરાર થયો હતો દારુનો આરોપી, પોલીસે ફરી કરી ધરપકડ - બુટલેગરો ફરાર દાહોદ
દેવગઢ બારિયામાં દારૂ ભરેલી ગાડીનો ચાલક ફોજદારની લોડેડ રિવોલ્વર લઇ ભાગી છૂટયો હતો. જોકે પોલીસે આ શખ્સની ધરપકડકરી હતી.
મળતી માહિતી પ્રમાણે ગાડી માર્ગેથી પસાર થતા જ પોલીસ સાથે તેને રોકી હતી. પીએસઆઇ એમપી સેલોત રિવોલ્વર સાથે ગાડીમાંથી ચાવી કાઢવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ગેરકાયદેસર દારૂ લઈ જનાર બુટલેગર મુકેશ પંચાલે પીએસઆઈના હાથને તાકાત પૂર્વક નખ લગાવીને ખેંચતાણ કરતાં ચાવીનું કિચન તૂટ્યું હતુ અને સાથે કારતૂસ ભરેલી સરકારી રિવોલ્વર ગાડીમાં પડી ગઈ હતી.
આ તકનો લાભ લઇ બુટલેગરે આગળ ઊભેલા પોલીસ કર્મચારીઓ પર ગાડી મારી કચડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસ કર્મચારીઓએ સમયસૂચકતા વાપરી રસ્તામાંથી ખસી જતા તેમનો બચાવ થયો હતો. બુટલેગર સરકારી રિવોલ્વર ગાડીમાં પડી હોવાનું જાણવા છતાં ફરાર થઈ જતા જિલ્લા પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે બુટલેગર મુકેશ પંચાલને ઝડપી પાડયો હતો, પરંતુ તેની પાસેથી XUV ગાડી કે દારૂનો જથ્થો મળ્યો નહોતો પરંતુ સરકારી રિવોલ્વર તેની પાસેથી મળી આવી હતી. પોલીસે બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.