દાહોદ : કોરોના વાઈરસની મહામારીને કંટ્રોલમાં કરવા માટે તંત્ર દ્વારા બે હૉસ્પિટલ નક્કી કરવામાં આવી છે. જિલ્લાની કોરોના હૉસ્પિટલમાં સારવાર માટે આવનાર દર્દીઓને ઈન્ડિયન મેડિકલ એસોસીએશન દાહોદ ચેપ્ટરના 27 ડૉક્ટર્સે સ્વેચ્છાએ સેવા આપવાની તૈયારી દાખવતા વહીવટીતંત્રે રાહત અનુભવી, સાથે જ જિલ્લાવાસીઓમાં કોરોના સામેની લડાઈમાં વિજયની આશા બંધાઈ છે.
દાહોદ ચેપ્ટરના 27 ડૉક્ટર્સે માનદ્ સેવા આપવાની તૈયારી દાખવી - દાહોદ કોરોના ન્યૂઝ
દાહોદની બે કોરોના હૉસ્પિટલોમાં ઈન્ડીયન મેડિકલ એસોસિએશન દાહોદ ચેપ્ટરના 27 તબીબોએ સ્વેચ્છાએ મરજિયાત સેવા આપવાની તૈયારી દાખવી.
દાહોદ જિલ્લામાં ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ જનરલ હૉસ્પિટલ તેમજ ઝાલોદ રોડ પર આવેલ સમીર હઠીલા ઓર્થોપેડિક હૉસ્પિટલને કોરોના હૉસ્પિટલ બનાવવામાં આવી છે, જેમાં પ્રાઈવેટ ડૉક્ટર્સ સેવા આપી રહ્યાં છે. દાહોદ જિલ્લામાં આ બંને કોરોના વાઈરસ કોવિડ-19 હૉસ્પિટલમાં આવનાર દર્દીઓને સેવા આપવા માટે ઈન્ડીયન મેડીકલ એસોસિએશન દાહોદ ચેપ્ટર દ્વારા સ્વેચ્છાએ તૈયારી દર્શાવી છે. દાહોદ IMAના પ્રમુખ કેતન પટેલે જિલ્લા સમાહર્તા વિજય ખરાડી જોડે પરામર્શ કરી જણાવ્યું કે, તેમના 27 ડોક્ટર્સે સ્વેચ્છાએ મરજિયાત રીતે કોરોનાગ્રસ્ત વાઈરસના દર્દીઓને સારવાર આપવા માટે તૈયાર છે. ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન દાહોદ ચેપ્ટરના તબીબોનો જિલ્લા કલેક્ટરે આભાર માન્યો છે.