ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદ કોરોના વાઈરસ અને જાહેરનામાં સંદર્ભે જિલ્લા કલેક્ટરે યોજી પ્રેસ કોન્ફરન્સ

દાહોદ જિલ્લામાં કોરોના વાઈરસના સંક્રમણને રોકવા માટે ચારથી વધુ વ્યક્તિઓના એકઠા થવા પરના પ્રતિબંધના જાહેરનામાનો સંદર્ભે જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં પત્રકાર પરિષદ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં કલેકટર વિજય ખરાડીએ રાજ્યમાં આગામી 15 દિવસમાં ખૂબ જ મહત્વના છે. દાહોદ જિલ્લાના નાગરિકો જાળવી અને જાહેરનામા સંદર્ભે તંત્રને સહયોગ આપવા જણાવ્યું હતું.

dahod
dahod

By

Published : Mar 22, 2020, 9:54 AM IST

દાહોદઃ કોરોના વાઈરસના સંક્રમણને રોકવા માટે ચારથી વધુ વ્યક્તિઓના એકઠા થવા પરના પ્રતિબંધના જાહેરનામાનો સંદર્ભે જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં કલેકટર વિજય ખરાડીએ જિલ્લાના નાગરિકો જાહેરનામા સંદર્ભે તંત્રને સહયોગ આપવા જણાવ્યું હતું.

દાહોદ કોરોના વાઈરસ અને જાહેરનામાં સંદર્ભે જિલ્લા કલેક્ટરે પ્રેસ કોન્ફ્રેન્સ યોજી
જિલ્લાના છાપરી મુકામે આવેલા જિલ્લા સેવા સદનના સભાખંડમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા સમાહર્તા વિજય ખરાડીએ પત્રકારોને જણાવ્યું કે, "આ કોરોના વાયરસના સંક્રમણની રોકવા માટે ચુસ્ત પગલા લેવા આવશ્યક હોય જિલ્લામાં 31મી માર્ચ સુધી કલમ 144 હેઠળ ચારથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તમામ હાટ બજાર, મેળા, ધાર્મિક, સામાજિક મેળાવડા, સભા અને રેલીનું આયોજન કરવું નહીં અને આયોજનનો મુલતવી રાખવા, થિયેટર મોલ વગેરે સ્થાનો પણ બંધ રાખવામાં આવશે. બસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશનને સેનિટાઇઝેશનની અને હાઇજીનની તમામ તકેદારીઓ રાખવી."તેઓએ વધુુમાં જણાવ્યું કે, જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં જન સેવા કેન્દ્ર આજથી બંધ કરવામાં આવ્યા છે. સરકારી કચેરીઓની પણ નાગરિકોએ અતિ મહત્વના અને ટાળી ન શકાય તેવા કામ હોય તો જ મુલાકાત લેવી નાગરિકો બને ત્યાં સુધી ઘરે જ રહે જો જરૂર પડશે. તો દાહોદ જિલ્લામાં યોજાતા સામાજિક પ્રસંગોના મેળા ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવશે. આ બાબતે પોલીસ તંત્ર સાથે વિમર્શ કરવામાં આવશે. રવિવારના રોજ જનતા કર્ફ્યુ ઘરમાં આવશ્યક સેવા ચીજવસ્તુઓના વેચાણ ચાલુ જ રહેશે.તેઓએ જણાવ્યું કે, જે નાગરીકો વિદેશથી આવ્યા છે અને એરપોર્ટ પર સ્ક્રિનિંગ કરાવ્યું નથી. તેઓ સ્વયંભુ પોતાની વિગતો જિલ્લા તંત્રને કે 104 હેલ્પલાઇન નંબર પર જાણ કરે તંત્રને જવાન નાગરિક વિશે માહિતી મળશે તો પોલીસ વિભાગ સાથે રાખીને તેની સામે કડક પગલાં લેવામાં આવશે.અત્યારે જિલ્લામાં ફક્ત 22 જ નાગરિકો નિરીક્ષણ હેઠળ છે. જેમાંથી કોઈ પણ નાગરિકને બીમારીના લક્ષણો જણાયા નથી. આ સાથે વિદેશથી આવેલા નાગરિકો અને તેઓ જેમને મળ્યા હોય તેમના ઉપર પણ ઓછી રાખવામાં આવી રહી છે. તેઓ પણ બંને ત્યાં સુધી ઘરે જ રહે અને બહાર જવાનું ટાળે.વધુમાં જણાવ્યું હતું કે, ત્રણ નગરપાલિકાઓમાં આશા વર્કર અને હેલ્પરની ટીમ દ્વારા ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે. ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં હજુ વધુ જાગૃતિ ફેલાવવાની જરૂર છે ક્યાં ઘરે ઘરે જઈને લોકોને કોરોના બાબતે માહિતી આપવામાં આવી રહી છે અને સાવચેતી બાબતે પણ સમજ આપતી રહી છે. પ્રાથમિક તપાસમાં કોઈ નાગરિકને રોગના લક્ષણો કે નહીં તેવા તપાસ કરવામાં આવી રહી છેરવિવારના રોજ જનતા કરફ્યુ દરમિયાન આવશ્યક સેવા ચીજવસ્તુઓના વેચાણ ચાલુ જ રહેશે તેમણે જણાવ્યું કે, નાગરિકો વિદેશથી આવ્યા છે અને એરપોર્ટ પર સ્ક્રિનિંગ કરાવ્યું નથી. તેઓ પોતાની વિગતો જિલ્લા તંત્રને કે 104 હેલ્પલાઇન નંબર પર જાણ કરે, તંત્રને જ આવા નાગરિક વિશે માહિતી મળશે તો પોલીસ વિભાગને સાથે રાખીને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, અત્યારે જિલ્લામાં ફક્ત 22 જ નાગરિકો નિરીક્ષણ હેઠળ છે. જેમાંથી કોઈ પણ નાગરિકને બીમારીના લક્ષણો જણાયા નથી. સાથે વિદેશી આવેલા નાગરિકો અને જેઓને જેમને મળ્યા હોય તેમના ઉપર પણ વોચ રાખવામાં આવી રહી છે. તેઓ પણ બને ત્યાં સુધી ઘરે જ રહે અને બહાર જવાનું ટાળે.

ત્રણ નગરપાલિકાઓમાં આશા વર્કર અને હેલ્થને ટીમ દ્વારા ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે. ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં હજુ વધુ જાગૃતિ ફેલાવવાની જરૂર છે ત્યાં ઘરે ઘરે જઈને લોકોને કોરોના બાબતે માહિતી આપવામાં આવી રહી છે અને સાવચેતી બાબતે સમજ આપવામાં આવી રહી છે.

જિલ્લામાં તમામ સરકારી આરોગ્ય કેન્દ્ર હોસ્પિટલનું મોનીટરીંગ અને દૈનિક રિપોર્ટ બાબતે ઉચ્ચ અધિકારીઓની એક સર્વેલન્સ ટીમ રચવામાં આવ્યું છે. જે આઈસોલેશન લેબ સર્વેલન્સ અને ફિલ્ડ સર્વેલન્સની પણ કામગીરી કરશે જિલ્લા કક્ષાએ કાર્યરત કોરોના અંગેના કોલ સેન્ટરના બાબતે કોલસેન્ટર મેનેજમેન્ટ ટીમ બનાવવામાં આવી છે. સાથે આ અંગેના સમાચારોના આદાનપ્રદાન માટે મીડિયા સર્વેલન્સ ટીમ ઉપરાંત ટીમ પ્રાઇવેટ હોસ્પિટલ સર્વેલન્સ ટીમે, ટ્રાન્સપોર્ટેશન અને એમ્બ્યુલન્સ મેનેજમેન્ટ ટીમ ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કો-ઓર્ડિનેશન ટીમની રચના કરવામાં આવી છે. આગામી 15 દિવસ કોરોના સંક્રમણ આ બાબતે ખૂબ જ સંવેદનશીલ સમય હોય નાગરિકો તંત્રને પૂરો સહયોગ આપે અને સરકાર દ્વારા બહાર પાડવામાં આવતા સૂચનોનું અવશ્ય ચુસ્ત પાલન કરવું જોઈએ.

આમ, જિલ્લા કલેક્ટરે પત્રકાર પરિષદ યોજીને જિલ્લાવાસીઓને કોરોના વાઈરસ અંગે માહિતગાર કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details