દાહોદ: કોરોના વાયરસની મહામારીને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગમચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે. ત્યારે સામાજિક સંસ્થાઓ પણ ખભા મિલાવી રહી છે. શહેરના બસસ્ટેન્ડ વિસ્તારમાં સંસ્કાર સોશિયલ ગ્રૂપ અને શ્રીરામ યાત્રા આયોજન સમિતિ, જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે આયુર્વેદ ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
કોરોના વાયરસ: દાહોદમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા 'અમૃતપેય ઉકાળા'નું વિતરણ કરાયું - કોવીડ -19 લેટેસ્ટ ન્યૂઝ
દાહોદ નગરમાં એસટી બસ સ્ટેન્ડની સામે આયુર્વેદિક ઉકાળા અમૃતપેયનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતુ. આ ઉકાળાનું 1200 લોકોએ સેવન કર્યું હતું. દાહોદ શહેરના બસસ્ટેન્ડ વિસ્તારમાં સંસ્કાર સોશિયલ ગ્રૂપ અને શ્રીરામ યાત્રા આયોજન સમિતિ તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે કોરોના વાયરસ સામે પ્રતિકારક શક્તિ વધારવાના હેતુથી નિઃશુલ્ક આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેનો મોટી સંખ્યામાં નગરજનો તેમજ પ્રવાસીઓ દ્વારા લાભ ઉઠાવવામાં આવી રહ્યા છે.
વ્યક્તિને રોગપ્રતિકારક શક્તિ સારી હોય તો કોરોના વાયરસ લાગવાની શક્યતાઓ નહિવત થઇ જાય છે. દાહોદ નગરમાં એસટી બસ સ્ટેન્ડની સામે આયુર્વેદિક ઉકાળો આ અમૃતપેયનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેનો 1200 થી વધુ નગરજનોએ અમૃતપેયનો લાભ ઉઠાવ્યો છે.
જિલ્લા આયુર્વેદ અધિકારી ડો રજનીકાંત પટેલે જણાવ્યું કે, આયુર્વેદમાં દરેક રોગની જડમૂળથી નાબૂદ કરવાના અસરકારક ઉપાયો સૂચવવામાં આવ્યા છે. કોરોના વાયરસનો ચેપ ન લાગે તે માટે અમૃત પેય આયુર્વેદના સિદ્ધાંત મુજબ તૈયાર કરવામાં આવ્યો છે. આ અમૃતપેયથી કોરોના વાયરસથી બચાવ થાય છે, સાથે જ ઇત્તર બીમારીઓથી પણ વ્યક્તિ સુરક્ષિત રહે છે. અમૃતપેયથી માણસની રોગપ્રતિકારક શક્તિમાં નોંધપાત્ર વધારો થાય છે. આ પહેલને નાગરિકો અને પ્રવાસીઓ લાભ ઉઠાવી આવકારી રહ્યા છે.