ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદમાં વ્હોરા સમુદાય વિસ્તારમાં સ્થાનિકો દ્વારા મહોલ્લા બંદી

રાજ્યમાં કોરોના વાઇરસ વકરવાના કારણે દિન-પ્રતિદિન તેના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે દાહોદ શહેરમાં તંત્રની પડખે રહીને બુરહાની ગાર્ડ દ્વારા વ્હોરા સમુદાયોના તમામ વિસ્તારોને નાકાબંધી કરીને લોકડાઉનનું સખત પાલન કરવામાં આવી રહ્યું છે.

વ્હોરા સમુદાય વિસ્તારમાં સમુદાય દ્વારા મહોલ્લા બંદી
વ્હોરા સમુદાય વિસ્તારમાં સમુદાય દ્વારા મહોલ્લા બંદી

By

Published : Apr 4, 2020, 11:54 AM IST

દાહોદ : કોરોના વાઇરસની રાષ્ટ્રીય મહામારીના યુદ્ધમાં વિજય હાંસિલ કરવા સરકાર દ્વારા લોકડાઉન કરીને ફેલાઈ રહી આ મહામારી પર કબ્જો મેળવવાનો પ્રયત્ન કરી રહી છે, ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલા જુદા જુદા જાહેરનામાંઓનો પોલીસ વિભાગ દ્વારા સખ્તાઇ પૂર્વક અમલ કરાવવામાં આવી રહ્યો છે. જેથી તંત્રની સાથે વ્હોરા સમૂદાય પણ પડખે આવ્યો છે અને દાહોદ શહેરમાં મોટી સંખ્યામાં વસવાટ કરતો વહોરા સમુદાયના બુરહાની ગાર્ડ દ્વારા તેમના વિસ્તારના મહોલ્લાઓ અને ગલીઓમાં સિક્યુરિટી ગાર્ડ ગોઠવવામાં આવ્યા છે.

વ્હોરા સમુદાય વિસ્તારમાં સમુદાય દ્વારા મહોલ્લા બંદી

આ બુરહાની ગાર્ડ ઇન્ટરનેશનલ દ્વારા શહેરમાં વસવાટ કરતી વ્હોરા સમુદાયના વિવિધ વિસ્તારોમા આવેલી સોસાયટીના મુખ્ય દ્વારા પર બેરીકેટ લગાવવામાં આવ્યા છે અને સમાજના લોકો દ્વારા તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલા લોક ડાઉનના જાહેરનામાનું પાલન કરાવી રહ્યા છે.

વ્હોરા સમુદાય દ્વારા સમાજની ખાનગી સિક્યુરિટી ગાર્ડ ઊભા કરીને પોતાના મહોલ્લાઓને લોકડાઉન કરવામાં આવ્યા છે. તેવી જ રીતે તમામ સમુદાયના લોકો સ્વયમ આગળ આવીને પોતાના વિસ્તારોને લોકડાઉન કરી દે તો કોરોના સામેની લડાઈમાં જીત સરળતાથી મેળવી શકાય.

ABOUT THE AUTHOR

...view details