શહેરના ગોધરા રોડ વિસ્તારમાં રહેતા દંપતી વ્યાજની લેતી-દેતીમાં ફસાયા બાદ તેમાંથી બચવા માટે વ્યાજે નાણાં ધીરનાર માતાની અને તેની માસૂમ દીકરીની હત્યા કરી હતી. દંપતીએ નંદા નામની મહિલાના મૃતદેહને તેના ઘરની અંદર જ પાણીની ટાંકીમાં ચણી દીધો હતો. જ્યારે માસુમ બાળકીને દાહોદથી ૩૦ કિલોમીટર દૂર હડપ નદીમાં લઈ જઈ ફેંકી દેવામાં આવી હતી. આ ડબલ મર્ડર કેસમાં ભાભોર દંપતીને માસૂમ બાળકીની હડપ નદીમાં લઇ જઇને ફેંકવામાં સહયોગ આપનાર મિત્ર રોહિત સંગાડાના જામીન અરજી કોર્ટમાં મૂકવામાં આવી હતી.
દાહોદ ડબલ મર્ડર કેસઃ આરોપીના જામીન નામંજૂર
દાહોદઃ શહેરના ગોધરા રોડ વિસ્તારમાં વ્યાજ વાનાની લેતી-દેતીની તકરારમાં માતા સહિત માસુમ પુત્રીની કરપીણ હત્યાએ ચકચારી મચાવી હતી. આ મામલામાં આરોપીના જામીનને કોર્ટે ફગાવી દીધા છે. આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી જામીન નામંજૂર કરાતા આરોપીઓ ફરી જેલ ભેગા થયા છે.
bail
આ અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે ગુનાની ગંભીરતા જોઈ રોહિતના જામીન નામંજૂર કરી દીધા છે. જ્યારે ગુનામાં સંડોવાયેલ દંપતી હજુ સુધી જામીન માટે કોઈપણ પ્રકારની અરજી કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.