ઝાલોદ:તાલુકાના કદવાળ ગામે તળ ફળિયામાં મકાનમાં બોગસ તબીબ દ્વારા દવાખાનું ચલાવી આદિવાસી અભણ પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરાવી રહ્યું હોવાની માહિતી એસ ઓ જી ને મળી હતી. જે માહિતીના આધારે સ્થાનિક પોલીસ મથકના સ્ટાફે મેડિકલ ટીમને સાથે રાખીને દાહોદ એસ ઓ જી પી આઈ એસ એમ ગામેતી ની ટીમે ઝાલોદ તાલુકાના કદવાળા ગામ તળ ફળિયામાં રમણભાઈ રૂપાભાઈ મેસનના મકાનમાં છાપો મારતાં નામ વગરનું દવાખાનું ચલાવતો ડોક્ટર તરીકે પોતાનું નામ બાસુદેવ કુમુદભાઈ બિસ્વાસ રહેવાસી માગપુર તાલુકો હરીગાડા જી નોેદિયા પશ્ચિમ બંગાળ ઝડપાઇ ગયો હતો.
Dahod Crime: દાહોદ એસઓજી પોલીસે કદવાલ ગામેથી બોગસ તબીબને ઝડપી પાડ્યો - SOG police
ઝાલોદ તાલુકાના કદવાળ ગામે તળ ફળિયામાં મકાન ભાડે રાખી ડિગ્રી વગર દવાખાનું ચલાવતા બોગસ ડોક્ટરને દાહોદ એસ ઓ જી ની ટીમે ઝડપી પાડી તાલુકા પોલીસના હવાલે કર્યો છે. એસ ઓ જી ટીમે બોગસ તબીબના ક્લિનિકમાંથી દવાઓ તેમજ ઇન્જેક્શનોનો મોટો જથ્થો કબ્જે કર્યો છે. આ બનાવ અંગે ચાકલિયા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
Published : Aug 28, 2023, 9:51 AM IST
"દાહોદ જિલ્લો અંતરિયાળ વિસ્તાર હોવાથી તથા ગરીબ અબુદ પ્રજા હોવાને કારણે તેમના આરોગ્ય સાથે ચેડા કરનાર આવા ઢોલા છાપ ડોક્ટરને ઝડપી પાડવા માટે આવશે. ચુસ્તપણે કાયદાનો અમલ કરવામાં આવશે. તથા આવા કોઈ ઢોલા છાપ ડોક્ટર આજુબાજુ વિસ્તારમાં જોવા મળે તો પોલીસનો સંપર્ક કરવા પણ કહેવામાં આવ્યું હતું."--રાજદીપસિંહ ઝાલા (દાહોદ ડીએસપી)
ગુનો દાખલ કરી કાર્યવાહી: દાહોદ એસ ઓ જી પીઆઈ એસ એમ ગામેતીની ટીમે પોલીસે ડોક્ટર તરીકે સેવા આપતા બાસુદેવ પાસે ગુજરાત મેડિકલ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવા કહેતા બોગસ તબીબ પોતાની પાસે પ્રમાણપત્ર કે ડિગ્રી ન હોવાનું જણાવતાં પોલીસે બોગસ તબીબ બની મેડીકલ પ્રેક્ટિસ કરતા બાસુદેવ બિસ્વાસની ધરપકડ કરી હતી. તથા તેની પાસેથી જુદી જુદી જાતની દવાઓ, ઇન્જેક્શન તથા ગ્લુકોઝની બોટલ તેમજ એક થેલામાં ડોક્ટરી પ્રેક્ટિસ કરવા માટેના સાધન-સામગ્રી મળી 75960 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે ચાકલિયા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.