દાહોદ: છ વર્ષની બાળકીને એના મામાએ જ હવસનો શિકાર બનાવીને મોતને ઘાટ ઉતારી હતી. બાળકીના પિતાએ કરેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતા છેલ્લે બાળકી એના મામા સાથે જોવા મળી હતી. પોલીસની આકરી પૂછપરછ બાદ મામા એ કુકર્મ કર્યાની કબૂલાત કરી હતી. આરોપીને દાહોદ સ્પેશિયલ કોર્ટે મૃત્યુદંડ અને આજીવન કેદની સજા ફટકારી છે. 94 જેટલા દસ્તાવેજી મુખ્ય પુરાવાના આધારે કોર્ટે આ ચુકાદો જાહેર કર્યો હતો. પોલીસે પણ આ કેસને ગંભીરતાથી લઈને યુદ્ધના ધોરણે કામગીરી કરી હતી.
શુ જણાવ્યું સરકારી વકીલએ:પી.જે.જૈન સરકારી વકીલએ જણાવ્યા અનુસાર પોલીસે મૂર્તક બાળકીના પિતાની ફરિયાદના આધારે તપાસ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે બાળકી પોતાના આરોપીમામાની સાથે જોવા મળી હતી. પોલીસે મામાની કડકાઈથી પૂછપરછ કરતા પોલીસ પાસે મામા ભાંગી પડ્યો હતો. તથા પોતે ગુનો આચર્યો હોવાનું કબૂલ કર્યું હતું. મેડિકલ ઓફિસર, એક્ઝિટિવ મેજિસ્ટ્રેટ સાયન્ટિફિકલી ઓફિસરનાં પુરાવા મહત્વના રહ્યા હતા. આ માહિતી પી.જે.જૈન સરકારી વકીલને આપી હતી.
"302,376 પોક્સો એક્ટ 6 મુજબ ચાર્જશીટ રજૂ કરતા આ કેસ જજ સી કે ચૌહાણ સાહેબની કોર્ટમાં કેસ ચાલ્યો હતો. જેમાં 28 જેટલા મૌખિક સાહેબો તપાસ્યા હતા. 94 દસ્તાવેજી પુરાવો રજૂ કરાયા હતા. ફરિયાદ પક્ષના આરોપીની પુરવાર કરવામાં આવી હતી. કેસ ભોગ બનનાર છ વર્ષીય બાળકીના પક્ષમાં રહ્યો હતો"-- પી.જે.જૈન (સરકારી વકીલ)
સબક આપ્યો: પી.જે.જૈન સરકારી વકીલે જણાવ્યા અનુસાર જાતીય સતામણી સહિતની ઘટનાઓએ માઝા મુકી છે. દાહોદમાં સગા મામાએ છ વર્ષની બાળકીને પીંખી નાંખી ત્યારબાદ તેની હત્યા કરી નાંખી હતી. જે કેસમાં પોલીસે ગંભીરતા પૂર્વક જોતા મામાની અટકાયત કરી હતી. જેમાં પોલીસે મજબૂત પુરાવા રજૂ કરતાં આરોપીને કોર્ટે આજીવન કારાવાસની દંડ તથા ફાંસીની સજા ફટકારતા માનસિક વિકૃતિ ધરાવતા લોકો માટે સબક આપ્યો હતો.