ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદ પોલીસે કતલખાને લઈ જવાતા 6 ગૌવંશને બચાવ્યા - daohd police

દાહોદઃ પોલીસે મધ્યપ્રદેશથી દાહોદમાં કતલના ઈરાદે લવાતી ગૌવંશ ભરેલી પીક અપ વાનને પકડી પાડી હતી. પોલીસે વાનમાંથી ખીચો-ખીચ ભરેલી 6 ગાયોને કતલ થતી બચાવી હતી. પોલીસે પીક અપ વાન મુકીને ફરાર થઈ ગયેલા આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દાહોદ પોલીસે કતલખાને લઈ જવાતા ગૌવંશને બચાવી લીધા

By

Published : Jul 25, 2019, 2:43 AM IST

મધ્યપ્રદેશથી બોલેરો પીકપ ગાડીમાં ગેરકાયદેશર ગૌવંશ ભરીને દાહોદ લવાઈ રહી હોવાની બાતમી પોલીસને મળી હતી. પોલીસે ગાડીનો પીછો કરી વાનમાં બાંધી રાખેલી 6 ગાયોને બચાવી હતી. પોલીસને જોઈ ગાડીનો ડ્રાઈવર અને ક્લિનર સહિત ત્રણ લોકો ફરાર થઈ ગયા હતા. દાહોદ જિલ્લામાં પોલીસ અને ગૌરક્ષકો દ્વારા ગેરકાયદેસર ગૌવંશની હેરાફેરી કરનારા ઉપર બાજ નજર રાખવામાં આવી રહી હોવા છતાં અસામાજિક તત્વો પશુઓનો ધીકતો ધંધો કરી રહ્યા છે. આ વચ્ચે મધ્યપ્રદેશથી પીકપ બોલેરો વાનમાં ગેરકાયદેસર ગૌવંશજ ભરીને કતલ માટે શહેરના કસ્બા વિસ્તારમાં લવાઈ રહ્યા હતાં.

દાહોદ પોલીસે કતલખાને લઈ જવાતા ગૌવંશને બચાવી લીધા

દાહોદ શહેર પોલીસે આ માટે વોચ ગોઠવી હતી. બાતમી મુજબની ગાડી શહેરમાં પ્રવેશવાની સાથે પોલીસે તેનો પીછો કરી પકડવાનો પ્રયાસ કર્યો. પરંતુ, માળીના ટેકરા નજીક ગાડી મૂકીને ચાલક સહિત બે ઈસમો ફરાર થઇ ગયા હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચી બોલેરો ગાડીમાં ઘાસચારા આપ્યા વગર બાંધેલી છ ગાચોને છોડાવી હતી. ગાયોને દાહોદ શહેરની અનાજમાં મહાજનની ગૌશાળામાં મોકલવામાં આવી છે. પોલીસે બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી કરી બંને ફરાર આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details