દાહોદ : કોરોના વાઇરસને વધતા ડામવા માટે જિલ્લો લોકડાઉન હોવા છતાં સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓની ઓપીડીમાં રોજિંદો ઉતરોતર વધારો નોંધાઈ રહ્યો છે. દાહોદ શહેરની નજીકના વિસ્તારોમાં આવેલી સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ઉતરોતર 100થી વધારે ઓપીડી નોંધાઇ રહી છે.
દાહોદમાં વાઈરલ ફિવર અને ટેસ્ટ કરવા માટે OPDમાં ધસારો - Dahod OPD
કોરોના વાઇરસને વકરતો અટકાવવા માટે જિલ્લા આરોગ્ય વિભાગ ખડે પગે કામગીરી બજાવી રહ્યું છે. તેમજ સર્વેલન્સની કામગીરી ચાલી રહી છે, ત્યારે PHC સેન્ટરોમાં રોજના 100 કરતાં વધુ ઓપીડી આવી રહી છે. જેથી જિલ્લા આરોગ્ય અધિકારીએ ખાનગી તબીબોને ઓપીડી ચાલુ રાખવા અનુરોધ કર્યો છે.
લોકોના મનમાં કોરોનાનો ચેપ લાગ્યો હોવાની ગ્રંથિના કારણે ચકાસણી માટે પડાપડી થઇ રહી છે. જેથી આ ઓપીડીના ઘસારાને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગ દ્વારા સોશિયલ ડિસ્ટન્સને તરકીબોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. દરેક તાલુકા કક્ષાએ એક ઈમરજન્સી ટીમ 24 કલાક આરોગ્ય વિભાગ દ્વારા તૈનાત કરવામાં આવી છે, તેમજ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા શહેરના ખાનગી દવાખાનાઓમાં તબીબો દ્વારા ઓપીડી ચાલુ રાખવામાં આવે તેવો અનુરોધ કરવામાં આવી રહ્યો છે. જેથી સામાન્ય કે વાઇરલ બીમારીના દર્દીઓને સરળતાથી સારવાર મળી રહે.