ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદના માર્કેટમાં ઘઉં-ચણાની આવક શરૂ - GRAINS

દાહોદ: રવી પાકની કાપણી શરૂ થવાની સાથે ત્રણ રાજ્યોના ત્રિભેટે આવેલા ગુજરાતના અગ્રણ્ય દાહોદ અનાજ માર્કેટમાં રોજિંદા ઘઉં અને ચણાની આવક વધવા લાગી છે. અનાજ માર્કેટમાં દાહોદ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી અનાજ અને કઠોળની ગુણોની આવકમાં ઉતરોત્તર વધારો થયો છે. તેમજ ગત વર્ષ કરતા પણ રવી પાકના ભાવોમાં વધારો થયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.

સ્પોટ ફોટો

By

Published : Mar 15, 2019, 6:55 PM IST

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતની સરહદે આવેલા ગુજરાતના અગ્રિમ હરોળમાં રહેલા દાહોદ અનાજ માર્કેટમાં ખરીફ પાક બાદ હવે તૈયાર થયેલા રવી પાકને ખેડૂતો દ્વારા વેચાણ માટે લઇ આવવામાં આવી રહ્યું છે. ઓનલાઇન દાહોદ અનાજ માર્કેટ નજીક રાજસ્થાન અને મધ્યપ્રદેશના જિલ્લાઓમાંથી પણ રોજિંદા ખેડૂતો અને નાના વેપારીઓ દ્વારા ઘઉં અને ચણાનો માલ ભરીને વાહનો દ્વારા વેચવા માટે લઇ આવવામાં આવી રહ્યા છે. જેના કારણે દાહોદ અનાજ માર્કેટમાં રોજિંદી આવક ગત માસ કરતા બેથી અઢી ગણા જેટલો વધારો નોંધાયો છે.

જુઓ વિડિયો

દાહોદ માર્કેટમાં રોજિંદી 38 હજાર ઉપરાંત ઘઉંની ગૂણ આવી રહી છે. જ્યારે ચણાની 14000 ગુણો વેચાણ અર્થે આવી રહી છે. દેશ દાહોદ ખેતીવાડી ઉત્પન્ન બજારમાં વર્ષ 2018 કરતાં વર્ષ 2019માં ઘઉંના ભાગમાં સરેરાશ 306 રૂપિયા અને ચણાના ભાગોમાં 368 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. અનાજ માર્કેટમાં ઘઉં, ચણા સિવાય અન્ય કઠોળ વર્ગના ધાન્ય પણ વેચાણ માટે આવી રહ્યા છે. આમ, અનાજની આવક થવાના કારણે વેપારીઓમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે, ત્યારે ખેડૂતોને થોડા સારો ભાવ મળવાના કારણે પણ ખુશીનો માહોલ જોવાઇ રહ્યો છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details