દાહોદઃ LCB પોલીસ ઈન્સ્પેક્ટર બી.ડી.શાહ તથા PSI પી.એમ. મકવાણા તથા સ્ટાફના માણસો જુદી-જુદી ટીમો બનાવી દાહોદ જિલ્લામાં કોમ્બીંગ હાથ ધરવામાં આવી હતી, ત્યારે દેશી બનાવટની માઉઝર સાથે બે ઈસમો આગાવાડા ગામેથી પસાર થવાના હોવાની મળેલ બાતમીના આધારે આગાવાડા ગામે વોચમાં હતા.
દાહોદ LCBએ આગવાડા ગામે બે યુવાનોને પિસ્તોલ અને બે કારતુસ સાથે અટકાયત કરી - યુવાનો
દાહોદ દાહોદ તાલુકાના આગાવાડા ગામેથી એલ.સી.બી.ને મળેલ બાતમીના આધારે સ્થળ પર વોચ ગોઠવી ઉભા હતા. તે સમયે બાતમીમાં દર્શાવેલ બે ઈસમોને દેશી હાથ બનાવટની માઉઝર પિસ્ટલ, જીવતા કાર્ટીસ નંગ.2 તથા બે મોટરસાઈકલો મળી કુલ 45,100ના મુદ્દમાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ દરમ્યાન બે મોટરસાઈકલો પર સવાર થઈ જઈ રહેલા મનોજભાઈ મંડોળ અને કૃપાલભાઈ રાજુભાઈ મેડાની અટક કરી અંગઝડતી કરતાં તેઓની પાસેથી એક દેશી બનાવટની માઉઝર પીસ્ટલ કિંમત .15000, બે જીવતા કાર્ટીસ કિંમત રૂા.૧૦૦ અને બે મોટરસાઈકલો મળી કુલ 45,100નો મુદ્દામાલ પોલીસે કબજે લીધો હતો.
આ ગુનાનો મુખ્ય સુત્રધાર મનોજભાઈ પારસીંગભાઈ મંડોળ અગાઉ સને 2017ના વર્ષમાં ગરબાડા તાલુકામાંથી ગેરકાયદે હથિયાર સાથે પકડાઈ ચુકેલ છે અને સને 2020ના વર્ષમાં વડોદરા શહેર એસ.ઓ.જી.ના હાથે પણ ગેરકાયદે હથિયાર સાથે પકડાઈ ચુકેલ છે અને દાહોદ જિલ્લાના જેસાવાડા પોલીસ મથક ખાતે પણ તેની વિરૂધ્ધ પ્રોહીબિશનનો કેસ નોંધાયેલ છે.