દાહોદ એલસીબી એ રાજય આંતરરાજ્યમાં 13 જેટલી ઘરફોડ ચોરી 2 આરોપી ઝડપાયા દાહોદ: દાહોદ LCBની ટીમે 2 આરોપીને દબોચી લઈ આંતરરાજ્ય ઘરફોડ ચોરી સહિત 13 થી વધુ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. LCBની ટીમે બાતમીના આધારે ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી સુનિલ ઉર્ફે સુનીયો જોરસીંગભાઇ બારીયા તથા મનોજ ઉર્ફે મુન્નો જોરસીંગભાઇ બારીયાને લીમખેડા તાલુકાના કંબોઈ ચોકડી આગળ જતા રસ્તા ઉપરથી ઝડપી પાડી તેમની પાસેથી રોકડા 1,19,000 તથા ચાંદીના છડા માલ કબજે કર્યો છે.
તપાસમાં ખુલ્યું: પકડાયેલા આરોપીમાં મુખ્ય સૂત્રધાર એવા સુનિલ ઉર્ફે સુનિયો જોરસીંગ બારીયા વિરુદ્ધ 9 ગુનાઓમાં જેમાં મહેસાણા કડી નંદાસણ મધ્યપ્રદેશના કોટવાલી મહારાષ્ટ્રના ચોપડા પોલીસ સ્ટેશન નાસ્તા ફરતા હોવાનું જણાઈ આવ્યું હતું. જ્યારે આરોપી મનોજભાઈ ઉર્ફે મુન્નો જોરસીંગ બારીયા પાલનપુર સિટી પશ્ચિમ દિયોદર વિજાપુર અને મધ્યપ્રદેશના કોટવાલી મળી 5 ગુનામાં નાસ્તો ફરતો હોવાનું તપાસમાં ખુલ્યું હતું. હાલ બન્ને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરી છે.
ઘરફોડ ચોરીનો ભેદ: દાહોદ જિલ્લા એલસીબી દ્વારા મિલકત સંબંધી ગુનાઓ રોકવા અને નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યા ઝુંબેશ ચાલી રહી છે. ઝુંબેશના ભાગરૂપે દાહોદ એલસીબી પીઆઇ કેડી ડીંડોડ અને બંને પી.આઈ ડામોર તથા પીએસઆઇ જીબીધ ગણેશા અને એલસીબી ટીમની હ્યુમન ઈન્ટેલીજન્સ મદદથી બે આરોપીને પકડવામાં આવ્યા છે. જેના નામ સુનિલ ઉર્ફે સુનિયો જોરસીંગભાઇ બારીયા મનોજભાઈ ઉર્ફે મુન્નો જોરસિંગ બારીયા છે.
ગુનાનો ભેદ ઉકેલાયો:બંને આરોપીઓને ઝડપી પાડી પૂછપરછ કરતા મધ્યપ્રદેશ રાજસ્થાન ગુજરાતમાં અને મહારાષ્ટ્ર મળી 13 જેટલી ઘર ફોડ ચોરીનો ભેદ ઉકેલવા પામ્યો છે. જેમાં એમપીમાં પાંચ રાજસ્થાનમાં એક આણંદની છે. લીમખેડાની બે છે મહેસાણાની છે. આમ પાલનપુર આણંદ મહેસાણા લીમખેડા દાહોદ આ ગેંગના બે શબ્દોને પકડી પાડવામાં આવ્યા છે તથા 13 ગુનાનો ભેદ ઉકેલાયો છે.
- Surat Crime : સાયણ સુગર રોડ પર અકસ્માતની ઘટનામાં સમજાવવા ગયેલ યુવક પર હુમલો થયો
- Navsari News: નવસારીમાં આંતરરાજ્ય દારૂ ઘુસાડવાના નેટવર્કનો પર્દાફાશ