દાહોદઃ આભૂષણોનો શણગાર મહિલાઓની શોભા વધારતો હોય છે અને એટલા માટે જ ઘરેણાંઓની ખરીદવી કરવી એ મહિલાઓની પ્રથમ પસંદગી હોય છે, પરંતુ વૈશ્વિક મહામારી કોરોનાએ જિલ્લાના શરાફ બજાર પર અસર કરતા માર્કેટની દશા બદલાઈ ગઈ છે. માર્કેટમાં પહેલાંથી મની ક્રાઇસિસ જોવા મળતી હતી અને સોનાચાંદીના ભાવોમાં વધારો નોંધાયેલો જ હતો. જિલ્લામાં હોળીના તહેવાર બાદ લગ્ન મોસમ ખીલતી હોય છે પરંતુ માર્ચ મહિનામાં જ સરકારે લોકડાઉન લાગુ કરવા સાથે લગ્ન પર પ્રતિબંધ મૂકવાના કારણે આદિવાસી સમાજમાં પુરબહારમાં ખીલતી લગ્ન સિઝન લોકડાઉનને ભેટ ચઢી ગઈ. ગ્રાહકોને નાણાંકીય ભીડનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે સોનાચાંદી ખરીદવા માર્કેટમાં ક્યાંથી આવે. લોકડાઉન બાદ પણ સરકારે ફક્ત 50 લોકો સાથે લગ્નપ્રસંગ સંપન્ન કરવાની પરવાનગી આપી હોવાથી લગ્નો સાદગીથી થઈ રહ્યાં છે. અનલોક વનમાં સોનાચાંદી બજાર ખુલ્યું તો છે પરંતુ ગ્રાહકો તરફથી ખરીદીને અભાવે જવેલર્સ બજારનો રંગ અને રોનક બંને ખોવાઈ ગઈ હોવાનું દાહોદ શરાફ એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ સોની જણાવી રહ્યાં છે
દાહોદ જવેલરી માર્કેટની રોનક આર્થિક મંદીમાં ઝંખવાઈ, અમદાવાદના કોરોનાની અસરમાં બધું ઠપ * આર્થિક મંદીના કારણે માર્કેટમાં ઘરાકીને અસરઅનલોક વન દરમિયાન માર્કેટમાં ચહલપહલ શરૂ થઈ છે પરંતુ જવેલર્સ માર્કેટમાં આર્થિક મંદીના કારણે ઘરાકી નહીંવત્ જોવા મળતી હતી. કારીગરોનો અભાવ હોવાના કારણે ગ્રાહકોના ઓર્ડર આવવા છતાં પણ કામ કરવું મુશ્કેલ બન્યું છે.
* લોકડાઉનમાં લગ્ન પર પ્રતિબંધ મૂકાતાં લગ્નસિઝન નિષ્ફળદાહોદ જિલ્લામાં હોળીના તહેવાર સાથે આદિવાસી સમાજમાં લગ્ન સિઝન પુરબહારમાં ખીલતી હોય છે પરંતુ માર્ચ મહિનામાં જ સરકારે લોકડાઉન લાગુ કરવાની સાથે લગ્ન પર કલમ ૧૪૪ પ્રમાણે પ્રતિબંધ ફરમાવતા લગ્ન થઈ શક્યાં નહોતાં. જેના કારણે સોનાચાંદી બજારમાંથી ઘરેણા ખરીદવામાં મંદી છવાઈ છે. અને લોકડાઉનમાં લોકો પાસે આવકના સ્ત્રોત બંધ થઈ જવાના કારણે નાણાકીય તંગી સર્જાઈ છે. જેની પણ માર્કેટ પર અસર જોવા મળી રહી છે.
દાહોદ જવેલરી માર્કેટની રોનક આર્થિક મંદીમાં ઝંખવાઈ, અમદાવાદના કોરોનાની અસરમાં બધું ઠપ * અમદાવાદને કોરોનાની અસર, પણ વક્ર દ્રષ્ટિ દાહોદ પરવિદેશથી જવેલરી માલ ઈમ્પોર્ટનું મુખ્ય સ્થળ અમદાવાદ માણેકચોક ગણાય છે આ માણેકચોક વર્તમાન સમયમાં કોરોનાવાયરસનું હોટસ્પોટ વિસ્તારમાં છે જેના કારણે માલનો સપ્લાય પણ સદંતર બંધ જોવા મળી રહ્યો છે. જેથી કાચામાલના દાગીનાના ઓર્ડર હોય તો પણ તે ત્યાંથી સમયસર ન આવી શકતાં માર્કેટ પર સીધી અસર પડી રહી છે.
દાહોદ જવેલરી માર્કેટની રોનક આર્થિક મંદીમાં ઝંખવાઈ, અમદાવાદના કોરોનાની અસરમાં બધું ઠપ * અમદાવાદનું માર્કેટ બંધ રહેતાં ગુજરાતના માર્કેટને સીધી અસરજવેલર્સના વેપાર સાથે સંકળાયેલા નાના નાના ગામના જવેલર્સ પણ અમદાવાદના માર્કેટ સાથે સીધા સંકળાયેલાં છે. અમદાવાદમાં માર્કેટ બંધ હોવાના કારણે તેની અસર ગુજરાતના વિવિધ ગામોમાં વસવાટ કરી જવેલર્સનો ધંધો કરતા વેપારીઓ પર જોવા મળી રહી છે અને તેમનો ધંધો પણ હાલ બંધ જેવો છે.કોરોના મહામારીના કારણે જ્વેલરી માર્કેટ આર્થિક મંદીમાંથી પસાર થઇ રહ્યો છે. આર્થિક મંદીના કારણે લોકો દાગીના ખરીદવામાં પણ સંકોચ અનુભવી રહ્યાં છે, આવા સમયે જવેલરી માર્કેટને સરકાર તરફથી રાહત મળે તેવી અપેક્ષા વેપારીઓ રાખી રહ્યાં છે.