રાજ્ય સહિત દાહોદ જિલ્લામાં ઉનાળા વેકેશન બાદ આજરોજ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ ફરીથી ધમધમી ઉઠી છે, બાળકોના કલરવ અને ઘંટના ગુંજારવ સાથે ધમધમી ઉઠેલી દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ખરસાણા ગામે આવેલી મુખ્ય પ્રાથમિક શાળામાં શાળાના શિક્ષકો દ્વારા રૂમ ખોલતાની સાથે જ જર્જરીત ધાબા ના સ્લેબ તૂટીને ધડાકાભેર નીચે પટકાયો હતો સદભાગ્યે કોઈ બાળક રૂમમાં દાખલ ના હોવાના કારણે કોઈપણ વિદ્યાર્થીને ઇજા થઇ નહોતી.
દાહોદની ખરસાણા મુખ્ય પ્રાથમિક શાળામાં ધાબાનો સ્લેબ તૂટી પડ્યો, બાળકોનો આબાદ બચાવ - Guarat
દાહોદઃ ઉનાળુ વેકેશન પૂર્ણ થતા દાહોદ જિલ્લાની સ્કુલો બાળકોના ગુંજન અને ઘંટારવથી ધમધમી ઊઠી છે, ત્યારે ઝાલોદ તાલુકાના ખરસાણા મુખ્ય પ્રાથમિક શાળા ના ઓરડા ખોલતાની સાથે જ જર્જરિત છતનો સ્લેબ તૂટીને રૂમમાં પડ્યો હતો, પરંતુ સદભાગ્ય કોઈપણ વિદ્યાર્થીને ઈજા નહી થતા શિક્ષકો અને ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો, શાળામાં બાર જર્જરિત ઓરડા હોવાના પગલે ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપી ઊઠેલો જોવા મળી રહ્યો છે.
પરંતુ શાળાના ઓરડાનો સ્લેબ તૂટી પડવાના કારણે શાળાના શિક્ષકો બાળકો તેમજ સ્કુલમાં આવેલા વાલીઓ પણ ગભરાઈ ગયા હતા, શાળામાં આવેલા વાલીઓ આ ઘટનાને લઇને ભારે રોષે ભરાયા હતા ઘટનાની જાણ વાયુવેગે ગામમાં પ્રસરતા લોકોમાં ભારે રોષ ફેલાઈ રહ્યો છે, ખરસાણા મુખ્ય પ્રાથમિક શાળામાં શાળામાં 567 બાળકો અભ્યાસ કરી રહ્યા છે, આ શાળામાં 2015 થી 12 જેટલા જર્જરીત ઓરડાઓ છે. આ ઓરડાઓને તાત્કાલિક અસરથી શિક્ષણ વિભાગ દ્વારા તોડી પાડી નવીન બનાવવા જોઈએ, જેથી ભવિષ્યમાં મોટી જાનહાનિ સામે બચાવ થઈ શકે તેવી ગ્રામજનોની માંગણી છે.