દાહોદ શહેરમાં વ્યાજની માયાજાળમાં ફસાયેલા દિલીપ ભાભોર નામના યુવકે છ માસ પહેલા શાહુકાર મહિલા નંદાબેન સિસોદિયા અને તેની નાની પુત્રીની કરપીણ હત્યા કરતા શહેરમાં ચકચાર મચી જવા પામી હતી, આ ચકચારભર્યા ડબલ મર્ડર કેસના આરોપીઓને પોલીસે ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. જેનો કેસ દાહોદ સેશન કોર્ટમાં હાલ સુનાવણી પર ચાલી રહ્યો છે, તેવા સંજોગોમાં દાહોદ સબજેલમાં કાચા કામના કેદી તરીકે રહેલા દિલીપ ભાભોરે વહેલી સવારે જેલના બાથરૂમમાં ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
દાહોદ જેલના બાથરૂમમાં ગળો ફાંસો ખાઇ કેદીએ કર્યો આપઘાત - Gujarat news
દાહોદઃ શહેરના ગોધરા રોડ વિસ્તારમાં ચકચારભર્યા મા-દીકરીનો હત્યારા આરોપીએ દાહોદ સબજેલમાં વહેલી સવારે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આરોપીઓ જેલમાં આત્મહત્યા કરતા પોલીસ તંત્રએ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

Dahod Jailer
દાહોદ જેલમાં કેદીનો આપઘાત
સિક્યુરિટી વચ્ચે દાહોદ સબજેલમાં કેદીએ આત્મહત્યા કરી લેતા ચર્ચાનો વિષય બન્યો છે. શહેરમાં દિલીપ ભાભોરની આત્મહત્યાને લઇને વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે સબ જેલમાં આત્મહત્યાનો બનાવ પગલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.