દાહોદના ઝાલોદમાં સાસરિયાના ત્રાસથી બે માસૂમ બાળકો ભોગ બન્યા દાહોદ : સાસરિયાના ત્રાસથી કંટાળીને એક યુવકે પોતાના પુત્ર અને પુત્રીની હત્યા કરી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ઝાલોદના ડુંગરીમાં રહેતા યુવકે સાસરિયા પક્ષના લોકોના અસહ્ય ત્રાસથી કંટાળીને પોતાની દીકરી અને પુત્રને ગળું દબાવી હત્યા કરી પોતે મૃત્યુને વ્હાલું કરવાની કોશિશ કરી હતી. જે આસપાસના લોકો જોઈ લેતા યુવકને બચાવી લેવાયો હતો. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પિતાની અટકાયત કરીને બંને પુત્ર પુત્રીના મૃતદેહને તપાસ માટે પોસ્ટમોર્ટમમાં મોકલવામાં આવ્યા છે.
શું છે સમગ્ર મામલો : ઝાલોદ તાલુકાના ડુંગરી ગામે ભુરીયા ફળિયામાં રહેતા ભુરસિંગ ડાંગીને સાસરિયા પક્ષ તરફથી માનસિક ત્રાસને લઈને પત્ની અલ્પાબેન સાથે અંદરો અંદર ઝઘડા થતા હતા. સાસરી પક્ષના ત્રાસ કારણે આરોપી ડાંગીએ સૂઝ બુઝ ખોઈ નાખી હતી. તેથી પોતાની 12 વર્ષીય દીકરી અને 7 વર્ષીય દીકરાની હત્યા કરી નાખી હતી. બાદમાં પોતે પણ ઘરની નજીક બાવળના વૃક્ષની મદદ લઈને આત્મહત્યા કરવા જતા સ્થાનિક લોકો જોઈ ગયા હતા. સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી પિતાની અટકાયત કરી હતી. મૃતક દીકરી અને દીકરાનો મૃતદેહને પોસ્ટમોર્ટમમાં મોકલીને પોલીસે પિતા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લીમડી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ડુંગળી ગામે એક ઘટના બની હતી. જેમાં ભુરર્સિંગ ડાંગીએ પોતાના દીકરા દીકરીની હત્યા કરી નાખી હતી. લીમડી પોલીસ સ્ટેશનને જાણ થતા પોલીસ કર્મચારી અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આરોપી ભુરસિંગ ડાંગીએ સગા દીકરા દીકરીની હત્યા કરી હોવાની વિગતો જણાવેલી હતી તેમજ પોતે આત્મહત્યાનો કરવાનો પ્રયાસ કર્યો હતો. પોતાના ભાઈ ભાભીઓ જોઈ જતા તેને બચાવી લીધો હતો, આમ ઘટનાની જાણ થતા પોલીસ પહોંચી ગયેલી અને આરોપીને હસ્તગત કરેલો છે. ત્યારબાદ બંને બાળકોના મૃતદેહને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે - ડી.આર. પટેલ (Dysp, ઝાલોદ)
પિતા વિરુદ્ધ 302 ગુનો :માસુમ બાળકોના હત્યાના સમગ્ર મામલે લીંબડી પોલીસે IPC 302 અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આમ, પારિવારિક ઝઘડાને લઈને ક્ષણિક આવેશમાં આવી જઇને જેને દુનિયા જોઈ નહીં એવા માસુમ બાળકો મોતને ઘાટ ઉતરી ગયા હતા. ત્યારે હવે પતિ જેલ જવાના કારણે પત્ની નિરાધાર બની છે.
- Rajkot Crime: માતાએ બે બાળકોની હત્યા કરીને પોતે આત્મહત્યા કરી લીધી, વીડિયો FB પર પોસ્ટ કર્યો
- Valsad Crime: છૂટાછેડા ન આપતા પત્નીએ ઘરે બોલાવીને પતિને પતાવી દીધો, મૃતદેહને કોથળામાં ભરીને ફેંકી આવી
- Ahmedabad Crime : ફિલ્મી સ્ટોરીને ટક્કર આપે તેમ ભુવાજીએ પ્રેમીકાની હત્યાનો પ્લાન સફળ, છતાં એક વર્ષે ભાંડો ફૂટી ગયો