ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદના ઝાલોદમાં ગણપતિના વરઘોડામાં બે કોમ આવી સામ સામે - Fight against

દાહોદઃ જિલ્લામાં વાજતે-ગાજતે વિઘ્નહર્તા દુંદાળાદેવનું આગમન થયું છે, આનંદ-ઉલ્લાસના ગણેશોત્સવ ઉજવવા માટે ઝાલોદના મીઠા ચોક મુકામે ગણપતિની શોભાયાત્રા દરમિયાન બે કોમ સામ સામે આવી ગઇ હતી. જેમાં પથ્થરમારા દરમિયાન એક ઈજાગ્રસ્ત થતા મામલો બિચક્યો હતો. જેને લઇને પોલીસે ઘટનાસ્થળે પહોંચી સ્થિતિને કાબૂમાં લેતા વાતાવરણ શાંત પડ્યું છે.

દાહોદના ઝાલોદમાં ગણપતિના વરઘોડામાં બે કોમ સામ સામે આવી

By

Published : Aug 31, 2019, 1:52 PM IST

દાહોદ જિલ્લામાં ગણેશોત્સવની ઉજવણી માટે રોજબરોજ બેથી આશરે ૧૭ હજાર ફૂટ મોટી શ્રીજી ભગવાનની મૂર્તિઓનું ડીજેના તાલે વાજતે-ગાજતે આગમન થઈ રહ્યું છે. જિલ્લાભરમાં ભાવિક ભક્તો દ્વારા તેમજ ગણેશ મંડળો દ્વારા દુંદાળા દેવને આવકારવા તેમજ તેમનો ઉત્સવ બનાવવા માટે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. જિલ્લાભરમાં ગણેશમય વાતાવરણ સર્જાય રહ્યું છે. ત્યારે ઝાલોદ નગરમાં રાત્રિના સમયે ગણપતિજીનો વરઘોડો મીઠા ચોક્કસ જઇ રહ્યો હતો. ત્યારે એકાએક કોઈક બાબતને લઈને છમકલું સર્જાયું હતું.

દાહોદના ઝાલોદમાં ગણપતિના વરઘોડામાં બે કોમ સામ સામે આવી

આ છમકલા દરમિયાન વિવાદ સાથે સામ-સામે પથ્થરમારો થયો હતો, જેમાં બે વ્યક્તિઓને ગંભીર પ્રકારની ઇજા થતા તેઓને તાત્કાલીક સારવાર અર્થે ઝાલોદથી દાહોદ મુકામે ખાનગી વાહનમાં ખસેડવામાં આવ્યા હતાં.

આ સમગ્ર બનાવને લઇને ઝાલોદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, તેમજ જિલ્લામાંથી પણ તાત્કાલિક પોલીસને ઝાલોદ મુકામે ખડકી દેવામાં આવી હતી. મધરાત્રી દરમિયાન ઝાલોદ નગર પોલીસ છાવણીમાં ફેરવાઈ જવાની સાથે જ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મામલો થાળે પાડયો હતો.

ABOUT THE AUTHOR

...view details