દાહોદઃ કોરોના વાઈરસને વકરતો અટકાવવા માટે સરકાર દ્વારા લોકડાઉન કર્યાના બીજા દિવસે શહેર અને જિલ્લામાં જીવનજરૂરી ચીજવસ્તુઓ લેવા નીકળતા લોકોની ભીડ જોવા મળી રહી છે. આવશ્યક વસ્તુઓની ખરીદી વખતે સોશિયલ ડિસ્ટન્સ રાખતા નહીં હોવાનું પોલીસ અને પ્રશાસનના ધ્યાને આવ્યું છે. લોકડાઉન દરમિયાન 144ના જાહેરનામાનો ભંગ કરનારા લોકો સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું જિલ્લા પોલીસ વડાએ જણાવીને પ્રજાજોગ સંદેશ આપ્યો છે.
કોરોના વાઈરસની મહામારી સામેની લડાઈમાં વિજય મેળવવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. આ મોનીટરીંગ દરમિયાન શહેર અને જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી કરવા નીકળતા કેટલાક લોકો ભીડભાડમાં જોવા મળી રહ્યા છે.