દાહોદ જિલ્લા સેવા સદન મુકામે આવેલા કોન્ફરન્સ રૂમમાં જિલ્લા કલેકટર વિજય ખરાડીના અધ્યક્ષતામાં જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં આવેલા વિવિધ ધાર્મિક અને પ્રવાસન સ્થળો વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં જિલ્લામાં સીંગવડ ખાતે 10લાખના ખર્ચે ભમરેચી માતાના મંદિરની કામગીરી પૂર્ણ કરવા અંગેની માહિતી આપવામાં આવી હતી.
આ ઉપરાંત ઝાલોદ ખાતેના ધુધરદેવ મહાદેવ મંદિર, ફતેપુરા ખાતેના કાનગ્રા મહાદેવ મંદિર, દેવગઢ બારીઆ ખાતેના માનસરોવરની કામગીરીથી વિગતો આપવામાં આવી હતી. જિલ્લાના 9 પ્રવાસન સ્થળોના વિકાસ માટે1843 લાખ રૂપિયાની દરખાસ્ત પ્રવાસન વિભાગને કરવામાં આવી છે. જેમાં સાગટાળા ઇકો ટુરીઝમ અને પ્રાકૃતિક શિક્ષણ કેન્દ્ર, બાબ ધોડાજદેવ સ્થાન, પાટાડુંગરી, માંડલી ખૂંટા પ્રવાસન ધામ, ઝાલોદ, રામનાથ મહાદેવ મંદિર, ગરબાડા, બાવકા શિવમંદિર, દાહોદ, ભમરેચી માતા મંદિર, રણધીકપુર, દાસા તળાવ ડેવલોપમેન્ટ, દુધિયા તળાવ ડેવલોપમેન્ટ, નળેશ્વર મહાદેવ મંદિર, ધાનપુરનો સમાવેશ થાય છે.