ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના ન્યાયાધીશો દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રાશન કીટનું વિતરણ કરાયું

દેશમાં લોકડાઉનના પગલે રોજ કમાઈને ખાતા લોકોને સ્થિતિ નાજુક બની રહી છે, તેવા સંજોગોમાં આ લોકોની સેવા માટે સામાજિક સંસ્થાઓ આગળ આવી સેવા કામ કરી રહી છે. ત્યારે દાહોદ શહેરમાં ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના ન્યાયાધીશો દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જઇને અનાજની કીટ ગરીબોને આપવામાં આવી હતી.

By

Published : Apr 4, 2020, 10:17 AM IST

દાહોદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના ન્યાયાધીશો દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રાશન કીટનું વિતરણ કરાયું
દાહોદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના ન્યાયાધીશો દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રાશન કીટનું વિતરણ કરાયું

દાહોદઃ કોરોના વાઇરસને વકરતો અટકાવવા માટે સરકારે લોકડાઉન જાહેર કરતા રોજિંદી કમાણી કરી ગુજરાન ચલાવતા શ્રમિકો અને ઝૂંપડપટ્ટી વિસ્તારના લોકોને કામ નહીં મળવાના કારણે હાલત કફોડી બની છે. ત્યારે નિરાધાર લોકો માટે સેવાભાવી સંસ્થાઓ સાથે દાહોદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જ્યુડિશિયલ અધિકારીઓ પણ સેવામાં જોડાયા હતા.

જિલ્લા કોર્ટના ન્યાયાધીશ દ્વારા રાશન કીટ બનાવીને શહેરની રેલવે કોલોનીમાં આવેલ રેલવે ફાટક પાસેની ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જઇને મુખ્ય ન્યાયાધીશ સહિત જજ દ્વારા કીટનું ગરીબોને વિતરણ કરવામાં આવી હતી અને સેવાની મહેક વરસાવી હતી આ સરાહનીય કામગીરીને લોકોએ બિરદાવી છે.

ABOUT THE AUTHOR

...view details