ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદ જિલ્લામાં કોરોનાનો ત્રીજો કેસ, ભીલવા ગામનો યુવાનનો રીપોર્ટ પોઝિટિવ - gujarati

દાહોદ જિલ્લાના ભીલવા ગામનો યુવાન રાજસ્થાનના ભવાની મંડી ગયો હતો, ત્યાં સંક્રમિત થવાના કારણે બીમાર પડતા દાહોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો. જેના લક્ષણો શંકાસ્પદ જણાતા આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ મોકલવામાં આવ્યા હતા, જેમાંથી આ સેમ્પલ કોરોના પોઝિટિવનો આવતા દાહોદના ખળભળાટ મચી જવા પામી છે.

દાહોદ જિલ્લામાં કોરોનાવાઇરસનો ત્રીજો કેસ
દાહોદ જિલ્લામાં કોરોનાવાઇરસનો ત્રીજો કેસ

By

Published : Apr 14, 2020, 7:25 PM IST

દાહોદઃ જિલ્લાના ગરબાડા તાલુકાના ભીલવા ગામના નદી ફળિયા વિસ્તારમાં રહેતા એક 27 વર્ષીય યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યા પ્રમાણે હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા ચકાસણી માટે 13 સેમ્પલ મોકલવામાં આવ્યા હતા. જેમાં બે સેમ્પલ રિપિટ હતા. આ સેમ્પલના આજે પરિણામો આવતા એક વ્યક્તિને કોરોના લાગુ પડ્યો હોવાનું માલૂમ પડ્યું છે. બાકીના 10 સેમ્પલ નેગેટિવ છે.

આ યુવાન ગત્ત તા. 8ના રોજ રાજસ્થાનના ભવાની મંડી ખાતે ગયો હોવાનું હાલના તબક્કે આરોગ્ય વિભાગના ધ્યાને આવ્યું છે. એ બાદ તેનામાં લક્ષણો હતા ત્યારબાદ તેેને દાહોદની ઓમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા. દાહોદમાં અત્યાર સુધીમાં આ કોરોના ત્રીજો પોઝિટિવ કેસ નોંધાયો છે.

ABOUT THE AUTHOR

...view details