ગુજરાત

gujarat

By

Published : May 14, 2020, 10:45 AM IST

ETV Bharat / state

લોકડાઉનની શરૂઆતથી આજદિન સુધીનો દાહોદ જિલ્લાનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ...

વૈશ્વિક મહામારી કોરોના વાઇરસને અટકાવવા કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરતા દાહોદ જિલ્લામાં સંચારબંધી લાગુ પડી હતી. જિલ્લામાં ઇન્દોરથી આવેલા પરિવારની નવ વર્ષની બાળકી કોરોના પોઝિટિવ આવી હતી. અત્યાર સુધી જિલ્લામાં 20 કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા હતા. ત્યારબાદ આરોગ્યતંત્ર દ્વારા 10,500થી વધુ લોકોને કરવામાં આવ્યા છે. અત્યાર સુધી ચાર વિસ્તારો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કર્યા છે. વહીવટી તંત્રના વિવિધ જાહેરનામા, આરોગ્ય તંત્રની કામગીરી અને પોલીસ વિભાગની કડક અમલવારીના પગલે દાહોદ જિલ્લો ઓરેન્જ ઝોનમાં છે.

દાહોદ જિલ્લામાં લોકડાઉનની શરૂઆતથી આજદિન સુધીનો કોરોના વાઇરસનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ
દાહોદ જિલ્લામાં લોકડાઉનની શરૂઆતથી આજદિન સુધીનો કોરોના વાઇરસનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ

દાહોદઃ વૈશ્વિક મહામારી કોરોનાવાઇરસને વકરતો અટકાવવા માટે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને સંચારબંધી કરવાની સાથે પોલીસ પ્રશાસન દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. છતાં પણ જિલ્લામાં મધ્યપ્રદેશના ઈંદોરના હોટસ્પોટ વિસ્તારમાંથી દાહોદ પરિવારના મોભીના દફનવિધિમાં આવેલી નવ વર્ષની મુસ્કાનને પ્રથમ કોરોના પોઝિટિવ કેસ બહાર આવ્યો હતો, જેની ટ્રાવેલ હિસ્ટ્રીની તપાસ કરીને તમામને ક્વોરેન્ટાઇન કર્યા હતા.

દાહોદ જિલ્લામાં લોકડાઉનની શરૂઆતથી આજદિન સુધીનો કોરોના વાઇરસનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ

કોરોના પોઝિટિવ બાળકી મુસ્કાનનેની સારસંભાળ લેતા આરોગ્ય કર્મચારીનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ નોંધાયો હતો. ત્યારબાદ રાજસ્થાનના ભવાની મંડીથી આવેલ યુવકને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા ખાનગી તબીબ સહિત ભીલવા ગામના ફળિયાના લોકોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા અને પછી પ્રથમ કોરોના દર્દી મુસ્કાનના મામાનો તેરમા દિવસે કોરોના વાઇરસનો રિપોર્ટ આવતા જિલ્લામાં ચાર કોરોના દર્દીઓ નોંધાયા હતા.

આ ચાર દર્દીઓ પૈકી ત્રણ લોકોને દાહોદની કોવિડ હોસ્પિટલમાંથી સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવતા ઓરેન્જ ઝોનમાંથી જિલ્લો ગ્રીન ઝોન તરફ પ્રયાણ કરી રહ્યો હતો. તે સમય દરમિયાન મધ્યપ્રદેશના નીમચ મુકામે લગ્નમાં ગયેલ દાહોદનો કુરેશી પરિવાર પરત આવતા આરોગ્યતંત્ર દ્વારા સેમ્પલ લઇ ચકાસણી માટે મોકલવામાં આવ્યા હતા. આ પરિવારના સાત સભ્યો કોરોના પોઝિટિવ આવતાં તંત્રમાં તેમજ જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. ત્યારબાદ કોરોના પોઝિટિવના દર્દીઓનો આંકડો જિલ્લામાં 20 પર પહોંચ્યો છે. 24 કલાક કોરોનાવાઇરસને પછાડવા મહેનત કરનાર આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા ત્રીજા તબક્કાના લોકડાઉન દરમિયાન 3 વાર જિલ્લામાં સર્વે કરવામાં આવ્યો છે. તેમજ અત્યાર સુધી 1419 લોકોના સેમ્પલ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા, જેમાં દાહોદ જિલ્લામાં 18 સેમ્પલ કોરોના પોઝિટિવ આવ્યા હતા. બાકીના તમામ સેમ્પલો નેગેટિવ આવ્યા છે, જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 10,500 લોકોને અત્યાર સુધી હોમ ક્વોરેન્ટાઇન કર્યા છે.

દાહોદ જિલ્લામાં પરપ્રાંતીય શ્રમિકો અટવાઈ પડ્યા હતા. તેમજ રાજ્યભરમાંથી ચાલતા આવનાર અને જિલ્લામાં અટવાયેલા શ્રમિકોને જિલ્લા તંત્ર દ્વારા સેલ્ટર હોમ મૂકામે મોકલીને તેમની જમવા સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી, જિલ્લા વહીવટી તંત્રને જિલ્લાના કારખાનાના માલિકોના ઉધાર નીતિના કારણે ચાર હજાર ઉપરાંત લોકોને એક માસનું વેતન ચૂકવવામાં આવ્યુ હતું.

જિલ્લામાં સંચારબંધીથી લઈને ત્રીજા તબક્કાના લોકડાઉન દરમિયાન કડક અમલવારી પ્રશાસન દ્વારા કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન વહીવટી તંત્ર દ્વારા ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. પોલીસ તંત્ર દ્વારા લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવનાર લોકો તેમજ ડ્રોન દ્વારા અને સીસીટીવી કેમેરાના ફોટા ધ્યાનમાં લઈને જાહેરનામાનો ભંગ કરનાર સામે ફરિયાદો નોંધવામાં આવી હતી, તેમજ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જિલ્લાભરના તલાટી સરપંચોને સત્તા આપીને ગ્રામ્ય કક્ષાએ માસ્ક નહીં પહેરનાર વ્યક્તિને પ્રથમ રૂપિયા 250 અને બીજીવાર ઝડપાય તો 500 રૂપિયાનો દંડ કરવાની જોગવાઈ સાથેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું.

ત્રણ રાજ્યની સરહદને અડીને આવેલા દાહોદ જિલ્લામાં કોરોનાવાઇરસ ઓરેન્જ જોનમાંથી રેડ જોન તરફ કૂદકો મારે તે પહેલાં જ આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સ અને સેનેટાઈઝર સહિતની ચુસ્ત કામગીરી શરૂ કરવામાં આવી હતી, તો તેની સાથે જ જિલ્લા કલેક્ટર દ્વારા જૂના વણકરવાસ કસ્બા તેમજ ભીલોઈ અને નેલસુર ગામના ફરી આવેલા વિસ્તારોને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા હતા, તેમજ તેની પાસેના ગામોને બફર ઝોન તરીકે જાહેર કરાયા હતા.

દાહોદ જિલ્લા વહીવટીતંત્ર આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગને ટીમોને સંયુક્ત અને કડક કામગીરીના કારણે દાહોદ જિલ્લો ઓરેન્જ ફોનમાંથી ટ્રેડ ઝોન તરફ પ્રયાણ કરે તે પહેલાં જ કોરોના વાઇરસના સંક્રમણની અટકાવીને સ્થિરતા લાવવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details