ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદ જિલ્લા ન્યાયાલય ખાતે ‘મા કાર્ડ’ વિતરણ શિબિર યોજાઇ - gujaratinews

દાહોદઃ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને આરોગ્ય વિભાગના સંયુકત ઉપક્રમે દાહોદ જિલ્લા ન્યાયાલય ખાતે ‘મા કાર્ડ’ વિતરણ શિબિર યોજાઇ હતી. આ શિબિર માસના પહેલા, ત્રીજા અને પાંચમાં શનિવારે યોજાશે. જેમાં ‘મા કાર્ડ’ કાઢી આપવાની કામગીરી કરવામાં આવશે.

માં કાર્ડનુ ઉદઘાટન

By

Published : Jul 23, 2019, 8:14 PM IST

આ કેમ્પનું ઉદ્દઘાટન જિલ્લાના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ ટી.ડી.સોની તથા જિલ્લા વિકાસ અધિકારી આર.કે.પટેલે રીબીન કાપીને કર્યુ હતું. આ કેમ્પમાં 20 જેટલા લાભાર્થીઓને મા કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ન્યાયાધીસ અધિકારીઓ અનેે વકીલો ઉપસ્થિત રહ્યા હતા.

દાહોદ જિલ્લા ન્યાયાલય ખાતે માં કાર્ડ વિતરણ શિબિર યોજાઇ

પ્રાપ્ત માહિતી મુજબ દાહોદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે છાપરી મુકામે આવેલા ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં ચીફ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ ટીડી સોનીના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમમાં યોજવામાં આવ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ન્યાય વિભાગ અને આરોગ્ય વિભાગનો પ્રજાહિત માટે સુંદર સમન્વય થયો છે. આ કામગીરીથી અનેક ગરીબ લોકોને લાભ મળશે.

આ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી આર.કે.પટેલે સરકાર દ્વારા ચાલતી વિવિધ આરોગ્ય વિષયક યોજનાઓ તથા જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે થઇ રહેલી કામગીરી જણાવી હતી. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ખાતે શરૂ કરવામાં આવેલી કામગીરીને તેમણે બીરદાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, કોર્ટમાં આવતા અનેક ગરીબ લોકો અહીંથી આ યોજનાનો લાભ લઇ શકશે. દર માસે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ખાતે પહેલા, ત્રીજા અને પાંચમાં શનિવારે માં કાર્ડ કાઢી આપવાની કામગીરી કરવામાં આવશે.

આ માટે જેની વાર્ષિક આવક રૂપિયા 4 લાખ સુધીની હોય અને સીનીયર સીટીઝનની રૂપિયા 6 લાખ સુધીની હોય તેમને જ આ યોજનાનો લાભ મળવા પાત્ર છે. કાર્ડ કઢાવવા અસલ દસ્તાવેજ પૂરાવા કેમ્પમાં લાવવા જરૂરી છે.

આ કાર્યક્રમમાં ડીસ્ટ્રીકટ ન્યાયાધીશો, આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને લાભાર્થીઓ હાજર રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details