ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદમાં 285 નિવૃત્ત શિક્ષકો સમયદાન આપી, શિક્ષણમાં લાવશે સુધારો - હેલ્થ એન્ડ એજ્યુકેશન

દાહોદઃ જિલ્લામાં હેલ્થ એન્ડ એજ્યુકેશનનો સ્તર ઊંચું લાવવા માટે પ્રશાસન દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. દાહોદ જિલ્લામાં શિક્ષણનું સ્તર ગુણવત્તાયુક્ત અને ઊંચું લઇ જવા માટે પ્રાથમિક શાળાઓમાં નિવૃત શિક્ષકોનું સમયદાન લેવામાં આવી રહ્યું છે.

દાહોદ જિલ્લામાં 285 નિવૃત્ત શિક્ષકો સમયદાન આપી  કરે છે શિક્ષણકર્મ

By

Published : Jul 30, 2019, 3:12 PM IST

મિશનવિદ્યા અંતર્ગત દાહોદ જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં 285 નિવૃત શિક્ષકો વેતન વિના સમય દાન આપીને બાળકોને શિક્ષણ આપી રહ્યા છે. શિક્ષણએ રાષ્ટ્રીય ઘડતરનું કામ છે. બાલ્યકાળે જ યોગ્ય શિક્ષણ આપવામાં આવે તો ભવિષ્યની પેઢીની કારકિર્દી પણ ઉજ્જવળ બને છે. શિક્ષણએ સતત ચાલતી પ્રક્રિયા છે. એટલે એમ પણ કરી શકાય કે જેમ એક સૈનિક સદાને માટે સૈનિક હોય છે, એમ એક શિક્ષક સદાને માટે શિક્ષક જ હોય છે. દાહોદ જિલ્લાની પ્રાથમિક શાળામાંથી નિવૃત્ત થયેલા 285 શિક્ષકો વય મર્યાદાને કારણે નિવૃત થયા બાદ પણ સમયદાન આપી ‘પ્રિય બાળકો’ને વાંચન, લેખન અને ગણનમાં સમક્ષ બનાવી રહ્યા છે.

દાહોદમાં 285 નિવૃત્ત શિક્ષકો સમયદાન આપી, શિક્ષણમાં લાવશે સુધારો

ગુણોત્સવના પરિણામોનું આકલન કર્યા બાદ રાજ્ય સરકાર મિશન વિદ્યાનો પ્રારંભ કર્યો હતો. આ મિશન અંતર્ગત વાંચન, લેખન અને ગણનમાં નબળા વિદ્યાર્થીઓને પ્રિય બાળકો ગણી તેને શાળા સમય ઉપરાંત વિશેષ પ્રયત્નો થકી તેમને શિક્ષણમાં સમક્ષ બનવવામાં આવી રહ્યા છે. મુખ્ય પ્રધાન દ્વારા નિવૃત શિક્ષકોને સમયદાન આપવા અપીલ કરી હતી. આ અપીલને દાહોદ જિલ્લાના નિવૃત્ત શિક્ષકોએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. ખાસ કરીને જિલ્લાના અંતરિયાળ ગામોમાં આવેલી શાળામાં નિવૃત્ત શિક્ષકો કોઇ પણ વેતન લીધા વીના મિશન વિદ્યાનો ભાગ બની ચૂક્યા છે.

નિવૃત શિક્ષકોના સમયદાનનો લાભ શાળા, વિદ્યાર્થી અને શિક્ષણને મળી રહ્યો છે. નિવૃત્ત શિક્ષકો ગામમાં આદરભર્યુ સ્થાન ધરાવતા નિવૃત્ત શિક્ષકોનો લાભ પણ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓને મળે છે. શિક્ષકો કોઇ મુશ્કેલીમાં હોય તો આવા વડીલ શિક્ષકો તેમના માટે મદદગાર થાય છે. વળી, શાળામાં અભ્યાસ કરતા બાળકો તથા તેના વાલીઓ સાથે પણ નિવૃત્ત શિક્ષકો સારો પરિચય ધરાવતા હોવાથી વાલી સંપર્ક પણ સરળતાથી થાય છે. દાહોદ જિલ્લાની અંતરિયાળ તાલુકાની શાળાઓમાં નિવૃત્ત શિક્ષકોના સમયદાનથી વિશેષ ફાયદો થઇ રહ્યો છે.

ધાનપુર તાલુકામાં કુલ 66 સરકારી પ્રાથમિક શાળાઓ પૈકી 13 શાળામાં નિવૃત્ત શિક્ષકો સમયદાન આપી રહ્યા છે. તાલુકામાં કુલ 174 શાળાઓ પૈકી આશ્રમ શાળા 14, માધ્યમિક શાળા 19, ખાનગી શાળા 4, ઉચ્ચ પ્રાથમિક શાળા 108 અને મોડેલ સ્કૂલની સંખ્યા 2 છે. જેમાં જિલ્લા પંચાયતની શાળામાં કુલ 25,276, આશ્રમ શાળામાં 2,482 અને બિન અનુદાનિત શાળામાં 1,115 બાળકો અભ્યાસ કરી રહ્યા છે. કોઇ બાળક શાળામાં અનિયમિત આવતુ હોય તો આ નિવૃત્ત શિક્ષક સરળતાથી તેના વાલીનો સંપર્ક કરી બાળકને શાળાએ નિયમીત મોકલવા સમજાવે છે.

મોટા ભાગના વાલીઓ નિવૃત્ત શિક્ષકોની વાત માનીને પોતાના બાળકને શાળાએ મોકલે છે. નિવૃત્ત શિક્ષકોને કારણે ગ્રામજનોનો પણ શાળા સાથે ધરોબો વધે છે. શાળા વ્યવસ્થાપન સમિતિ સક્રીયતાથી કામ કરતી જોવા મળે છે. કંજેટા પ્રાથમિક શાળામાંથી વર્ષ 2017માં નિવૃત્ત થયા છે. કંજેટા પ્રાથમિક શાળામાં તેઓ ઉત્સાહભેર સમયદાન આપે છે. શાળાને જરૂરિયાત અને પોતાની અનુકૂળતા પ્રમાણે શાળામાં આવે છે.

થોડા વર્ષના અંતરાલ બાદ ફરી તેઓ શાળામાં આવતા થતાં બાળકો પણ ઉત્સાહમાં આવી જાય છે. કરુણાબેન શાળાના પ્રિય બાળકોને ખરા અર્થમાં પ્રિય બનાવી વિદ્યાદાન આપે છે. બાળકો પણ જિજ્ઞાસાવૃત્તિથી તેમની પાસેથી શિક્ષણ મેળવે છે. વળી, ધાનપુર તાલુકા જેવા અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષકો પણ ઓછા આવવા માંગતા હોય છે. આવા સમયમાં અમારા જેવા નિવૃત્ત શિક્ષકો તેમને મદદરૂપ થાય છે.

દાહોદ જિલ્લા પ્રાથમિક શાળામાં સમય દાન આપતા નિવૃત્ત શિક્ષકો

દાહોદ જિલ્લામાં સમયદાન આપતા શિક્ષકોની તાલુકા પ્રમાણે સંખ્યા જોઇએ તો દાહોદ તાલુકામાં 77, ગરબાડા તાલુકામાં 29, ઝાલોદ તાલુકામાં 31, લીમખેડા તાલુકામાં 24, સિંગવડ તાલુકામાં 18, ધાનપુર તાલુકામાં 13, ફતેપુરા તાલુકામાં 48, દેવગઢ બારિયા તાલુકામાં 40 અને સંજેલી તાલુકામાં 5 નિવૃત્ત શિક્ષકો શાળામાં સેવા આપી રહ્યા છે. આ શિક્ષકો જે તે ગામની શાળામાંથી જ નિવૃત્ત થયા છે અને ગામમાં જ વસવાટ કરે છે.

ABOUT THE AUTHOR

...view details