ગુજરાત

gujarat

ETV Bharat / state

Dahod Crime : બાળ તસ્કરીના કેસમાં દાહોદ પોલીસે બે આરોપીની કરી ધરપકડ, આંતરરાજ્ય નેટવર્ક ખુલ્યું - બાળકનું અપહરણ

દાહોદમાં હ્યુમન ટ્રાફિકિંગ નેટવર્કનો પર્દાફાશ થયો છે. બાળ તસ્કરીના કેસમાં બે આરોપીની ધરપકડ દાહોદ પોલીસે ધરપકડ કરી છે. આરોપી દંપતિએ 3 બાળકોને તસ્કરી કરીને ભિક્ષાવૃત્તિ વેપારમાં શામેલ કર્યા હતાં. માનવ તસ્કરીના આ આંતરરાજ્ય નેટવર્કમાં દાહોદ પોલીસે તપાસ તેજ કરી છે.

Dahod Crime : બાળ તસ્કરીના કેસમાં દાહોદ પોલીસે બે આરોપીની કરી ધરપકડ, આંતરરાજ્ય નેટવર્ક ખુલ્યું
Dahod Crime : બાળ તસ્કરીના કેસમાં દાહોદ પોલીસે બે આરોપીની કરી ધરપકડ, આંતરરાજ્ય નેટવર્ક ખુલ્યું

By

Published : Aug 5, 2023, 9:25 PM IST

દાહોદ પોલીસે તપાસ તેજ કરી

દાહોદ : દાહોદ બી ડીવીઝન પોલીસ સૂત્રોને બાતમી મળેલી કે 7 દિવસ અગાઉ રાજસ્થાનના ભીલવાડા રેલવે સ્ટેશનથી 4 વર્ષીય બાળકીનું અપહરણ કરાયું હતું. જે બાળકી દાહોદ બસ સ્ટેશનમાં ભિક્ષાવૃત્તિ કરે છે. જે બાતમી આધારે દાહોદ પોલીસે તપાસમાં જોતરાઈ હતી. અપહરણ કરાયેલ બાળકી જોવા મળતા બાળકીને માતાપિતા વિષે પૂછતા માતાપિતા પણ ભીક્ષા માંગી રહ્યા હતા. માતાપિતાની પૂછપરછ કરતા બાળકીને રાજસ્થાનના ભીલવાડા રેલ્વે સ્ટેશન નજીકથી ભોળવી ફસલાવીને અપહરણ કર્યા કબૂલ્યું હતું. વધુ પૂછપરછ કરતા બીજા બે બાળકો પેકી 3 વર્ષ પહેલા દોઢ માસની બાળકી દિલ્હીથી અને ચાર વર્ષ પહેલા જોધપુરથી એક બાળકનું અપહરણ કરી લાવ્યાનું કબૂલ્યું હતું.

આરોપીની મોડસ ઓપરેન્ડી : આરોપીઓ નાના બાળકોને લાલચ આપી તેઓનું અપહરણ કરતાં હતાં. માનવ તસ્કરીનો માસ્ટર માઈન્ડ બજરંગસિંહ માનસિંહ રાવત અને ગીતાબેન માનસિંહ રાવત છે. બજરંગસિંહ મુળ રહેમંડોલ ભીલવાડા રાજસ્થાન રહેવાસી છે. આરોપી બજરંગસિંહ અને તેની પત્ની ગીતા બસ સ્ટેશને કે રેલવે સ્ટેશનની આસપાસ આવતા જતા લોકોના બાળકોનું અપહરણ કરી બાળકો પાસે રેલ્વે સ્ટેશન બસ સ્ટેશન તથા દરગાહ તથા ટ્રાફીક સિગ્નલ જેવા સ્થળોએ ભીખ મંગાવવાની પોતે ભિક્ષાવૃત્તિ ધંધા સાથે સંકળાયેલા છે.

એક આંતરરાજ્ય હ્યુમન ટ્રાફિકિંગ મામલો સામે આવ્યો છે. દાહોદ પોલીસને બાતમી થયેલ કે અત્રેના જિલ્લામાં અમુક લોકો ફરી રહ્યા છે જે બાળકોને કિડનેપ કરી ભીખ મંગાવવાનું કામ કરે છે. આંતરરાજ્યમાં રીતે કામ કરી રહ્યું જાણવા મળેલ છે જેમાં તમામ ટીમોને એલર્ટ કરવામાં આવેલ. એએસપી સિદ્ધાર્થના નેતૃત્વ હેઠળ દાહોદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ ગઢવી અને તેમની ટીમ સર્ચ દરમિયાન એક મહિલા અને એક પુરુષ સાથે ત્રણ બાળકો મળી આવેલ છે. જેમાં એક બાળકીનો ચહેરો નોર્થ ઇસ્ટ સાઈડ બાજુનો હોવાનું લાગતા પતિપત્નીના દેખાવથી અલગ લાગતા તેમને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતા હ્યુમન ટ્રાફિકનો મામલો ધ્યાને આવ્યો છે...ડો. રાજદીપસિંહ ઝાલા(દાહોદ એસપી)

આરોપીઓ અને ચોરાયેલા બાળકોની માહિતી : વધુમાં દાહોદ એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ માહિતી આપી હતી કે રોપી નરેન્દ્રસિંહ માનસિંગ રાવત રીંગસ જી સિકર ( રાજસ્થાન ) વતની તેની સાથે જે મહિલા પકડાઈ છે જે ગીતાબેન નરેન્દ્રસિંહ રાવત સરવાડ શરીફતા સરવાડ જી કેકડી ( રાજસ્થાન ) વતની છે ત્રણ બાળકો જે મળી આવ્યા છે. એ પૈકી જે બાળકી છે એ નોર્થ ઇસ્ટ કે નેપાળ બાજુના દેખાય છે. બાળકી ત્રણ વર્ષની છે. બાળકીનું આશરે અઢી વર્ષ પહેલા દિલ્હી ખાતેથી કિડનેપ કરી લેવામાં આવ્યું હતું. જે બાળક દેખાય છે એ રાજસ્થાનના કોઈ ગામનું બાળક છે.

અમદાવાદ તરફ ભાગવાના હતાં : ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે હાલમાં અમે સર્ચ કરી રહ્યા છે તેના માતાપિતાના નામ મળી ગયા છે અને માતાનું નામ પણ પ્રાપ્ત થઈ ગયેલ છે. ત્રીજી જે બાળકી છે તાજેતરમાં 27 તારીખના રોજ રાજસ્થાનના રેલ્વે સ્ટેશન પરથી કિડનેપ કરી લેવામાં આવી હતી એના માબાપને ખૂબ દારૂ પીવડાવી અને નશાની હાલત હતી ત્યારે આ બાળકીને લઈ ગયેલા જેના સીસીટીવી ફૂટેજ પણ ધ્યાન પર આવેલા છે. આ લોકો બાળકો પાસે ભીખ માંગવાની પ્રવૃત્તિ કરતા હતા અને સતત ફરતા રહેતા હતા. દાહોદ જિલ્લા થી એ લોકો અમદાવાદ તરફ જવાના હતા એ દરમિયાન પોલીસે આ કામગીરીને અંજામ આપ્યો છે.

અન્ય બાળકો હોય તો તેની શોધખોળ કરાશે: આ ઉપરાંત આરોપીનું આધાર કાર્ડ અને બાળકોના જે આધારકાર્ડ બનાવ્યા છે એ બાબતે આ ઉપરાંત જે બાળક જે છે એ અગાઉ પણ પકડાઈ ચૂકેલા હતા. રતલામ ખાતે ચાઈલ્ડ હેલ્પ લાઈનમાં લઇ ગયા હતા. આ લોકોએ રતલામ ખાતે તો આ માણસ કોઈ પણ રીતે આધાર પુરાવો ફોટા મેળવી અને બાળકનો ફરીથી કબજો મેળવી લીધો હતો. આ તમામ બાબતોની તપાસ ચાલુ છે કે ક્યાં ક્યાં એણે ખોટા આધાર પુરાવો ઊભા કર્યા. આ ઉપરાંત એણે જ્યાંથી અન્ય કોઈ બાળકો ગુમ થયા છે કે કેમ આ સિવાયના અન્ય બાળકો કિડનેપ કર્યા હોય અને બીજા કોઈને ભીખ માંગવાની પ્રવૃત્તિમાં આપી દીધા છે કે જેમાં તમામ બાબતોની તપાસ કરવામાં આવશે તો ત્યાં પણ ઓપરેશન કરી અને બાળકો રેસ્ક્યુ કરાવવામાં આવશે.

  1. મોટી સફળતા, ફૂટપાથ પરથી બાળકીની તસ્કરી કરનાર મહિલા હૈદરાબાદથી ઝડપાઈ
  2. મહારાષ્ટ્ર હ્યુમન ટ્રાફિકિંગનું નીકળ્યું અમદાવાદ કનેક્શન, રેલવે સ્ટેશનની બહાર એક વ્યક્તિ આપી ગયો હતો બાળક
  3. દિલ્હીથી આઠ દિવસના બાળકની તસ્કરી કરતું દંપતિ વડોદરા રેલવે સ્ટેશન પરથી ઝડપાયું

ABOUT THE AUTHOR

...view details