ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદમાં ત્રીજા કોરોના પોઝિટિવ દર્દીનો રિપોર્ટ નેગેટીવ આવતા રજા અપાઈ

દાહોદ ત્રણ રાજ્યોને સરહદે આવેલા દાહોદ જિલ્લામાં ઉપરાછાપરી કોરોનાના 4 કેસો નોંધાયા હતા. જેમાંથી શરૂઆતના ત્રણ કેસોના દર્દીઓ સારવાર દરમિયાન કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેમને દવાખાનામાંથી રજા આપવામાં આવી છે. આજે ત્રીજા દર્દી તરીકે ભીલવા ગામના લાલજીભાઈને પુષ્પવર્ષા અને અભિવાદન સાથે રજા આપી એમ્બ્યુલન્સ દ્વારા તેમના ગામે મોકલવામાં આવ્યા છે. 14 દિવસ માટે હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. હવે દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં ફક્ત આ એક જ કોરોના પોઝિટિવના દર્દી સારવાર હેઠળ છે.

dahod covid 19 third patient report negative
દાહોદમાં ત્રીજા કોરોના પોઝિટિવ દર્દીનો રિપોર્ટ નેગેટીવ આવતા રજા અપાઈ

By

Published : May 1, 2020, 7:05 PM IST

દાહોદ : ગરબાડા તાલુકાના ભીલવા ગામના 27 વર્ષીય લાલજીભાઇ બારિયાને તેમના રાજસ્થાનના ભવાની મંડીના પ્રવાસ દરમિયાન કોરોના વાઈરસનું સંક્રમણ થયું હોવાનું આરોગ્ય તંત્ર દ્વારા થયેલી તપાસમાં બહાર આવ્યું હતું.

તાવ અને શરદીની બિમારી થતા દાહોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. જ્યાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાવવાના કારણે તેના નમૂના લઈને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. પરીક્ષણ દરમિયાન તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

જ્યાં લાલજીભાઇને 18 દિવસ સુધી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા. જ્યાં તેમને ત્રણ વખત ઓક્સિઝન ઉપર રાખવામાં આવ્યા હતા. આ દિવસો દરમિયાન ડો.મોહિત દેસાઇ અને તેમની ટીમે સારવાર કરી હતી. કોરોનાગ્રસ્ત દર્દીને હાઇડ્રોક્સીક્લોક્વિન, એઝીથ્રોમાઇસીન સહિતની દવાઓ આપવામાં આવી હતી. બાદમાં તેમની તબિયત સુધારા ઉપર આવતા ફરીથી કોરોનાના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જે નેગેટિવ આવતા આજે તેમને રજા આપવામાં આવી હતી.

હોસ્પિટલમાં તેમણે પોષક આહાર, નાસ્તા, લિંબુ સરબત સહિતનું ડાયેટ આપવામાં આવતું હતું. સિવિલ હોસ્પિટલ ખાતેથી લાલજીભાઇને રજા આપવામાં આવતા કલેક્ટર વિજય ખરાડી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર. ડી. પહાડિયા સહિતના અધિકારીઓએ તેમની ખબર અંતર પૂછ્યા હતા. કોરોનાને પરાસ્ત કરવા બદલ તાળીઓથી અભિવાદન કર્યું હતું. એમ્બ્યુલન્સમાં બેસાડીને લાલજીભાઇને તેમના ગામ ભીલવા લઇ જવામાં આવ્યા છે. જ્યાં તેમને 14 દિવસ માટે હોમકોરોન્ટાઇન રહેવા જણાવ્યું છે. દાહોદ જિલ્લાના આ ત્રીજા દર્દી કોરોનાથી મુક્ત થઇ ગયા છે. હવે, માત્ર એક જ દર્દી સારવાર હેઠળ છે.

ABOUT THE AUTHOR

...view details