દાહોદઃ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણને કારણે એક મહિલા સહિત 3 સિનિયર સીટીઝન દર્દીઓના કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજયા છે. જ્યારે દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણને કારણે મૃત્યુ પામેલા કુલ દર્દીઓનો આંકડો 9 પર પહોંચવા પામ્યો છે.
દાહોદ કોરોના અપડેટ
- કુલ પોઝિટિવ કેસ - 170
- કુલ સક્રિય કેસ - 102
- કુલ ડિસ્ચાર્જ - 62
- કુલ મૃત્યુ - 9
કોરોના મહામારીના કારણે વિશ્વ સહિત દેશભરમાંથી કેટલાય લોકો આ મહામારીના ખપ્પરમાં હોમાઈ ચુક્યા છે. આ કાળમુખી કોરોના મહામારીમાંથી દાહોદ જિલ્લો પણ બાકાત રહ્યો નથી. દાહોદ જિલ્લામાં અત્યાર સુધીમાં 151 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 80 કોરોના સંક્રમિત દર્દીઓ ઝાયડસ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.
મંગળવારે ઝાયડસ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા દેસાઈવાડના રહેવાસી 62 વર્ષીય પુરૂષ, ગોધરા રોડના રહેવાસી 75 વર્ષીય પુરૂષ તેમજ ભીલવાડાના રહેવાસી 60 વર્ષીય મહિલા એમ કુલ મળીને 3 સિનિયર સીટીઝનના મોતને કારણે દાહોદ શહેર સહિત જિલ્લામાં ભયનો માહોલ સર્જાયો છે.