ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદ: નવ વર્ષની બાળકી કોરોના પોઝિટિવ

દાહોદમાં નવ વર્ષની બાળકીને કોરોના વાઇરસ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. બાળકીની મહત્તમ ટ્રાવેલ હિસ્ટ્રી આરોગ્ય ખાતાના જણાવ્યા પ્રમાણે કોરોનાગ્રસ્ત નજીકના સંબંધીની દફનવિધિ માટે ગઇ કાલે દાહોદ આવ્યા હતા. જેમાં આ બાળકીનો કોરોનાવાઇરસ પોઝિટિવ હોવાનો રિપોર્ટ આવ્યો છે. બાળકીની હાલ સારવાર હેઠળ રાખવામાં આવી છે.

etv Bharat
દાહોદ: નવ વર્ષની બાળકી કોરોના પોઝિટીવ

By

Published : Apr 8, 2020, 11:50 PM IST

દાહોદ: આરોગ્યખાતાના પ્રોટોકોલ મુજબ બહારના રાજ્યથી આવેલી તમામ વ્યક્તિનું સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. દફનવિધિ બાદ તમામને પ્રારંભિક સ્ક્રિનિંગ માટે લઇ જવામાં આવ્યા હતા અને તેમને ક્વોન્ટાઇન કરવામાં આવ્યા અને બાદમાં જનરલ હોસ્પિટલ ખાતે તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા.

જેમાંથી વર્ષની મુસ્કાન મહંમદ કુંજડાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ દાહોદમાં કોઇ પણ બીજા સ્થળે ગયા નથી. તેના પરિવારના સભ્યો પાસેથી વધુ ટ્રાવેલ હિસ્ટ્રી મેળવવામાં આવી રહી છે. આ કેસ આરોગ્ય વિભાગ દ્વારા સમયસર સ્ક્રિનિંગ કરવાના પરિણામે ધ્યાને આવ્યો છે. અને આ પ્રવાસીઓ દાહોદમાં અન્ય સ્થળે જઇ શક્યા નથી. સરહદ ઉપર સ્ક્રિનિંગ દરમિયાન તમામ વ્યક્તિઓ નોર્મલ જણાયા હતા. પણ, ઇન્દોર કોરોનાનું હોટસ્પોસ્ટ હોવાથી સ્થાનિક આરોગ્ય ખાતાએ ચોક્કસાઇ દાખવી તમામના કોરોનાના રિપોર્ટ કરાવ્યા હતા. જેમાં આ બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details