દાહોદ કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં આવેલ જમીન દફતરની કચેરીમાં પોતાના કામ માટે આવતાં અરજદારો પાસેથી કાયદેસરની ફી ઉપરાંત રૂપિયા ૩૦૦૦ થી ૪૦૦૦ વધારે લેવામાં આવે છે. બાતમીના આધારે દાહોદ એન્ટી કરપ્શન બ્યુરોના પોલિસ ઈન્સ્પેક્ટર એ.કે.વાઘેલા અને તેમના સ્ટાફના કર્મીઓની ટીમે એક ડીકોયરની મદદ લઈ દાહોદ સર્વે ભવન ઓફીસમાં છટકું ગોઠવ્યુ હતુ.
દાહોદમાં ACBએ ૨૫00ની લાંચ લેતા કર્મચારીની કરી ધરપકડ - gujaratpolice
દાહોદ: ACBની ટીમે અરજદારને સાથે રાખી દાહોદ કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં આવેલ સર્વે ભવન ઓફીસમાં છટકું ગોઠવ્યુ હતુ. જેમાં લાયસન્સી સર્વેયર અન્ય વ્યકતિની મીલીભગતથી જમીનના 2500 રૂપિયા સ્વીકારતા રંગે હાથે ઝડપાયો હતો. દાહોદ ACBએ ખાનગી વ્યકતિ તથા લાયસન્સી સર્વેયર વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી છે.
![દાહોદમાં ACBએ ૨૫00ની લાંચ લેતા કર્મચારીની કરી ધરપકડ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4829988-thumbnail-3x2-dsa.jpg)
જેમાં ડીકોયર (અરજદાર)ની બાંડીબાર ગામમાં આવેલ જમીનની માપણી કરવા માટે આપેલ અરજી અનુસંધાને મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના પાંચા મુવાડી ગામના લાયસન્સી સર્વેયર પ્રજ્ઞેશકુમાર ભુરાભાઈ ભમાત તેના જ ગામના ખાનગી મદદગાર કલ્પેશકુમાર ભારતભાઈના મેળપીપણામાં કાયદેસર ફી ના રૂપિયા ૨૪૦૦ ઉપરાંત લાંચ પેટે રૂપીયા ૨૫૦૦ની માંગણી કરી હતી.અરજદાર પાસેથી માંગણી સ્વીકારતાં કલ્પેશકુમાર ભારતભાઈ ભમાત રંગે હાથે ઝડપાયા હતા. દાહોદ ACBએ કલ્પેશભાઈ ભારતભાઈ પ્રજ્ઞેશકુમાર ભુરાભાઈ ભમાત તેના મદદગાર કલ્પેશભાઈ ભારતભાઈ ભમાત વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.