દાહોદઃ જિલ્લાની સસ્તા અનાજની દુકાન પર સવારથી નિઃશુલ્ક રાશનનો જથ્થો મેળવવા માટે લોકોની ભીડ જામી હતી. આ દુકાનો પર પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં અનાજના જથ્થાનું નિર્ધારિત કરીને ગ્રાહકોને વિતરણ કરવામાં આવ્યું હતું.
અનાજની દુકાન પર સવારથી નિઃશુલ્ક રાસનનો જથ્થો મેળવવા માટે લોકોની ભીડ - corona news
દાહોદ જિલ્લામાં સસ્તા અનાજની દુકાન પર અનાજનું વીતરણ કરવામાં આવ્યું છતા પણ અનાજનો ઓછો જથ્થો વિતરણ કરાયાની બૂમો ઊઠી રહી છે.
રાજ્ય સરકાર દ્વારા કોરોના વાઇરસને મહામારીના પગલે પહેલી એપ્રિલના રોજથી સસ્તા અનાજની દુકાન પર અનાજનો જથ્થો નિશુલ્ક ફાળવણી કરવામાં આવ્યો હતો. જેથી ગ્રાહકો સવારથી અનાજનો જથ્થો લેવા માટે દુકાનો પર સોશિયલ ડિસ્ટન્સ સાથે કતારો લગાવી હતી, જ્યારે કેટલીક જગ્યાએ અનાજ લેવા માટે ઉમટેલા લોકોના ભીડ પણ જોવા મળી હતી. તેમજ રેશનકાર્ડમાં નિર્ધારિત પ્રમાણે અનાજનો જથ્થો દુકાનદારે અધિકારી અને પોલીસને પરિસ્થિતિમાં વિતરણ કર્યો હતો, જ્યારે દાહોદ તાલુકા અને ઝાલોદ તાલુકા શહેર ગ્રામ્ય પંથકમાં કેટલાક દુકાનદારો દ્વારા અધૂરો અનાજનો જથ્થો ગ્રાહકોને આપી રહ્યા હોવાની બૂમ ઉઠવા પામી હતી.
અનાજનો જથ્થો વિતરણ કરાતા ગ્રાહકો અને દુકાનદાર વચ્ચેતો તું..તૂ..મે..મેના દ્રશ્યો પણ કેટલી જગ્યા પર સર્જાયા હોવાનું જાણવા મળ્યું છે. તેમજ ગ્રાહકો દ્વારા જવાબદારોને મૌખિક રજૂઆતો પણ કરાઇ હોવાનું જાણવા મળ્યું છે.