- દાહોદમાં કોરોના વેકસીનનું મોકડ્રિલ
- દાહોદની આર.એલ એન્ડ પંડ્યા હાઇસ્કૂલ, ઝાયડસ હોસ્પિટલ, અર્બન હેલ્થ હોસ્પિટલ મુકામે કોરોના રસીના ડ્રાય રન યોજાયા
- રસીકરણ કેન્દ્ર પર રસી લાભાર્થી તરીકે આશાવર્કર આંગણવાડી વર્કર લોકોને બોલાવ્યા હતા
- વેક્સિન સેન્ટર પર આવેલા લાભાર્થીઓના આઈડી પ્રુફ મોબાઈલ મેસેજ ચેક કર્યા બાદ વેક્સિન આપવામાં આવી
દાહોદઃ વૈશ્વિક કોરોના મહામારીને નાથવા માટે વેક્સિન તૈયાર થઈ ચૂકી છે, આ વેક્સિન લાભાર્થીઓને આપવા માટેની પૂર્વ તૈયારી રૂપે સરકાર દ્વારા દાહોદ શહેરમાં આર.એલ એન્ડ પંડ્યા હાઇસ્કૂલમાં ઝાયડસ હોસ્પિટલ અને અર્બન હોસ્પિટલ મુકામે covid-19 રસીકરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું. આ કેન્દ્ર પર આંગણવાડી વર્કર અને આશા વર્કરોએ 25-25 લાભાર્થીઓને મોબાઈલ પર એસએમએસ કરીને બોલાવવામાં આવ્યા હતા.
દાહોદના આર.એલ એન્ડ પંડ્યા હાઈસ્કૂલ સહિત ત્રણ કેન્દ્રો પર covid-19 વેક્સિનનું ડ્રાયરન કરાયું દાહોદ શહેરમાં વિકસાવેલ covid-19 રસીકરણ કેન્દ્ર પર સફળ મોકડ્રીલ કર્યું હતું
સવારે રસીકરણ કેન્દ્ર મુકામે આરોગ્ય વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં વેક્સિન લેવા માટે આવેલા લાભાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ સાથે રસીકરણ કેન્દ્રમાં આધાર કાર્ડ તેમજ અન્ય આઈડી પ્રુફ તપાસ્યા બાદ પ્રવેશ આપવામાં આવ્યો હતો, આ લાભાર્થીઓના આઈડી પ્રૂફ સાથે તેમના મોબાઈલમાં આવેલ મેસેજની ચકાસણી કર્યા બાદ બીજા રૂમમાં વેક્સિન આપવામાં આવી હતી, વેક્સિન આપીને મેડિકલ ટીમે લાભાર્થી લોકોને રસી વિશેની માહિતી આપીને વેઇટિંગ રૂમમાં નિરીક્ષણ માટે અડધો કલાક રાખ્યા હતા, અડધા કલાકના નિરીક્ષણ બાદ વેઈટિંગ રૂમથી વેક્સિન લેનાર લાભાર્થીને જવા માટેની છૂટ આપવામાં આવી હતી. તેમજ ઘરે ગયા બાદ પણ કોઈ અસર જણાય તો આશાવર્કર કે આરોગ્ય વિભાગના સ્ટાફને જાણ કરવા જણાવ્યું હતું, તેમજ 15 દિવસ બાદ વેક્સિનનો બીજો ડોઝ લેવા માટે આવવા જણાવ્યું હતું, આમ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા દાહોદ શહેરમાં વિકસાવેલ covid-19 રસીકરણ કેન્દ્ર પર સફળ મોકડ્રીલ કર્યું હતું.
દાહોદના આર.એલ એન્ડ પંડ્યા હાઈસ્કૂલ સહિત ત્રણ કેન્દ્રો પર covid-19 વેક્સિનનું ડ્રાયરન કરાયું