દાહોદઃ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા RTPCR 266 તેમજ રેપિડના 2201 મળી કુલ 2467 સેમ્પલ કલેક્ટ કરી ચકાસણી અર્થે મોકલ્યા હતા. તે પૈકી 2454 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
દાહોદમાં વધુ 13 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, કુલ સંખ્યા 158 પર પહોંચી - gujarat corona update
દાહોદ જિલ્લામાં વધુ 13 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ આંક 1159 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 21 દર્દીઓ કોરોના મુક્ત થતાં હાલ 158 દર્દીઓ અત્રેની હૉસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. જો કે, જિલ્લામાં કુલ 454 સેમ્પલના રિપોર્ટ પેન્ડિંગ હોવાથી તેની પણ રાહ જોવાઈ રહી છે.
જિલ્લામાં 13 નવા દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે. કોરોના કાળમાં આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 4,46,413 સેમ્પલની ચકાસણી કરતા તેમાંથી 4,45,069 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે 1159 કોરોના સંક્રમિત દર્દીઓમાં 942 લોકો સાજા થયા છે.
આ ઉપરાંત કોરોનાના કારણે 59 જેટલાં લોકો મૃત્યુ પામ્યા છે. કોરોના કાળમાં ગઈકાલે રવિવારે 2454 સેમ્પલ કલેક્ટ કરતા કોરોના ટેસ્ટિંગમાં નવો રેકોર્ડ નોંધાયો છે. હાલ કોરોના સંક્રમણને અટકાવવા માટે સંક્રમિત દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રીના આધારે લોકોના ટેસ્ટિંગ હાથ ધરી તેમજ કન્ટેન્મેન્ટ ઝોનમાં આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.