ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદ જિલ્લામાં વધુ 17 કોરોના પોઝિટિવ કેસ, કુલ સંખ્યા 185 - દાહોદમાં કોરોનાના નવા કેસ

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે દાહોદ જિલ્લામાં વધુ 17 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી કુલ એક્ટિવ કેસોની સંખ્યા 185 પર પહોંચી ગઇ છે.

દાહોદ
દાહોદ

By

Published : Sep 18, 2020, 8:29 AM IST

દાહોદ : જિલ્લામાં વધુ 17 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેથી દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 1455 ને પાર થઇ ગયો છે. તો આ સાથે 18 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જે બાદ એક્ટીવ કેસ 185 થઇ ગયા છે.

આરોગ્ય વિભાગ દ્વારા 2281 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા આ સેમ્પલો લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાં 17 લોકોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો.

રેપીટ ટેસ્ટ પૈકી 11 પોઝિટિવ તેમજ 260 RTPCR ટેસ્ટ પૈકી 6 મળી કુલ 17 કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા હતા. જેમાંથી 11 દાહોદ, 1 લીમખેડા, 3 ઝાલોદ,1 દેવગઢ બારીઆ, 1 ગરબાડા દર્દીઓનો સમાવેશ થાય છે.દાહોદ જિલ્લામાં અત્યાર સુધી 64 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details