ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદ જિલ્લામાં વધુ 17 કોરોના પોઝિટિવ દર્દીઓ મળ્યા, કુલ આંકડો 1431 - દાહોદના સમાચાર

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે.ત્યારેે દાહોદમાં 17 નવા કોરોના કેસ મળી આવ્યા છે. જે બાદ આંકડો 1431 પર પહોંચી ગયો છે.

દાહોદ
દાહોદ

By

Published : Sep 16, 2020, 10:58 AM IST

દાહોદ: જિલ્લામાં વધુ 17 કોરોના પોઝીટીવ દર્દીઓના સમાવેશ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 1431ને પાર થઇ ગયો છે અને એક્ટીવ કેસની સંખ્યા 196 પર પહોંચી ગઇ છે.દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાથી 63 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.


દાહોદ જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો અવિરત પણે રોજીંદો ક્રમ ચાલી રહ્યો છે આ કોરોના મહામારીના સંક્રમણમાં આવેલા શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લઇને પરીક્ષા માટે મોકલવામાં આવ્યા હતા. લેબમાંથી પરીક્ષણ કરીને આવેલા સેમ્પલમાંથી 17 દર્દીઓ કોરોના સંક્રમિત મળ્યા હતા. દાહોદમાં 2070 રેપિટ ટેસ્ટ પૈકી 8 અને RTPCR ના 242 પૈકી 9 એમ કુલ મળી 17 કોરોના પોઝિટિવ દર્દીઓનો સામવેશ છે.

ABOUT THE AUTHOR

...view details