દાહોદ જિલ્લામાંથી પસાર થતા અલીરાજપુર નીમ્બાહેડા નેશનલ હાઈવે પર ઝાલોદ તાલુકાના વરોડ ગામે આવેલા ટોલટેક્સ બૂથ શરૂ કરાયો ત્યારથી જ વિવાદમાં રહ્યો છે. ટોલ બૂથ પર જિલ્લાના લોકો પાસે ટેક્સ નહીં લેવા માટે જિલ્લાભરમાં આવેદનપત્ર તેમજ ધારણાની ચીમકી પણ આપવામાં આવેલી હતી. બુધવારની રાત્રિના દસ વાગ્યાના અરસામાં કાર આવી હતી. ગાડી ચાલક પાસેથી બુથ પર ફરજ બજાવી રહેલ કર્મચારીએ ટોલટેક્સની માગણી કરી હતી. ગાડીમાં બેઠેલા ઇસમે "મેરી ગાડી ક્યુ રોક રહે હો ઔર પેસે ક્યુ લેતે હો" જણાવીને ઝઘડો કર્યો હતો. જે બાદ ત્યાંથી પસાર થઇ થોડી જ વારમાં મિત્રો સાથે આવીને ટોલ બૂથ પર મારા મારી સાથે તોડફોડ કરી હતી.
દાહોદના લીમડી નજીક વરોડ ટોલ ટેક્સમાં તોડફોડ મામલે ફરિયાદ નોંધાઇ - toll tax
દાહોદઃ જિલ્લાના લીમડી નજીક આવેલ વરોડ ટોલ ટેક્સ મુકામે રાત્રી દરમિયાન ટોલ ઉઘરાણી સંદર્ભે કારના ચાલક સાથે તકરાર થઈ હતી. જેથી ચાર યુવાનોએ ટોલ બૂથ ઉપર તોડફોડ કરી બે જણાને ઇજાગ્રત કરતા લીમડી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવામાં આવી હતી.
યુવાનોએ ટોલ બૂથની કેબીનોના કાચ, કોમ્પ્યુટરને ભારે નુકસાન કર્યું હતું. ટોલનાકા પર ઘટના બનતા આસપાસના લોકોમાં ગભરાટ ફેલાય ગયો હતો. તેમજ બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.અને ટોલનાકા પર લગાવેલા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. તોડફોડની મોટી ઘટના બનતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જેથી ટોલ પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ટોલ માફી આપવા માટે જિલ્લાભરમાં અપાયેલા આવેદનમાં પાંચ દિવસમાં માંગણી નહીં સ્વીકારાય તો ટોલ ખાતે ઉગ્ર આંદોલન ચીમકી અપાય છે. ટોલનાકા પર તોડફોડનો બનાવ બનતા તાલુકા આખામાં માહોલ ગરમાયેલો જોવા મળ્યો હતો.